હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ વિનેશ ફોગાટની જીત, 6000 મતોથી ભાજપ ઉમેદવારને પછાડ્યા

Haryana Election Vinesh Phogat: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જ રાજકારણમાં જોડાનારી પૂર્વ રેસલર વિનેશ ફોગાટે જુલાના બેઠક પરથી 6000 મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી. જુલાના બેઠક પરથી ફોગાટ (Haryana Election Vinesh Phogat) પૂર્વ આર્મી કેપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી. બૈરાગીને 6000 મતોની સરસાઈથી ધોબીપછાડ આપ્યો છે. આ સિવાય જુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરજીત ધંડા, અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી.

6000 મતોથી વિનેશ ફોગટએ મેળવી જીત
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જ રાજકારણમાં જોડાનારી પૂર્વ રેસલર વિનેશ ફોગાટે જુલાના બેઠક પરથી 6000 મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી. જુલાના બેઠક પરથી ફોગાટ પૂર્વ આર્મી કેપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી. બૈરાગીને 6000 મતોની સરસાઈથી ધોબીપછાડ આપ્યો છે. આ સિવાય જુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરજીત ધંડા, અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી.

પેરિસ ઓલિમ્પિક બાદ વિનેશ ફોગટ કોંગ્રેસમાં જોડાયા
પેરિસ ઓલિમ્પિક બાદ વિનેશ ફોગટની સાથે બજરંગ પુનિયા પણ કોંગ્રેસમાં જોડાયા હતા. બજરંગ પુનિયા 2020 ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને લાવ્યા હતા. વિનેશની જીત બાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘દેશની દીકરી વિનેશ ફોગટને તેની જીત માટે ખૂબ ખૂબ અભિનંદન.

આ લડાઈ માત્ર એક જુલાના બેઠક માટે નહોતી, માત્ર 3-4 ઉમેદવારો સાથે નહોતી કે માત્ર પક્ષો વચ્ચેની જ લડાઈ નહોતી. આ લડાઈ દેશની સૌથી સશક્ત દમનકારી શક્તિઓ સામે હતી. અને આમાં વિનેશ વિજેતા બની છે.