ધન્ય છે આ જવાનને… જેણે પોતાનો જીવ જોખમમાં મૂકી તિરંગાને સળગતા બચાવ્યો- વિડીયો જોઈ બેઠા થઇ જશે રુવાડા

ફાયરમેનની ‘બહાદુરી’ નો વિડીયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે. વિડીયોમાં તે ફાયરમેન તિરંગાને આગની વચ્ચે સળગતા બચાવતા (Fireman…

ફાયરમેનની ‘બહાદુરી’ નો વિડીયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે. વિડીયોમાં તે ફાયરમેન તિરંગાને આગની વચ્ચે સળગતા બચાવતા (Fireman Save National Flag From Burning Building In Haryana) જોવા મળે છે. વિડીયો હરિયાણા (Haryana)ના પાણીપત(Panipat)નો છે. ખરેખર, પાણીપતના એક ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનની છત પર પણ તિરંગો ફરકી રહ્યો હતો. તે તિરંગાને આગમાં સળગતા બચાવવા માટે તે ફાયરમેન છત પર ચઢી ગયા હતા.

આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ દરમિયાન ફાયરમેન સુનિલ મેહલાની નજર ગોડાઉનની છત પર લાગેલા તિરંગા પર પડી હતી. અને તિરંગાને સળગતા બચાવવા માટે તે છત પર ચડી ગયા હતા.

ગોડાઉનમાં આગ લાગવાની ઘટના 17 જાન્યુઆરી મંગળવારની છે. તિરંગાને સળગતા બચાવનાર ફાયરમેન સુનીલ મેહલાએ જણાવ્યું કે, તરત જ તેની નજર તિરંગા પર પડી. તે ઝડપથી ફાયરની ગાડી પર ચડી ગયા અને તિરંગાને નીચે ઉતારી લીધો હતો.

સુનીલે જણાવ્યું કે, તેને ટ્રેનિંગ દરમિયાન શીખવવામાં આવ્યું છે કે જ્યાં આગ લાગે છે ત્યાં આગની આસપાસ જોતા રહેવું જોઈએ. જેથી આગ ફેલાતી બચાવી શકાય. તેણે કહ્યું કે જ્યારે તેની નજર છત પર તિરંગા પર પડી તો તેણે જોયું કે તિરંગા સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. વેરહાઉસમાં આગ લાગી હતી. આથી તેઓએ ફાયર એન્જિન દિવાલ પાસે મુક્યું અને તેના પર ચડીને ગોડાઉનની છત પર ગયા. ત્યાંથી સુરક્ષિત રીતે તિરંગો ઉતારી લીધો હતો.

તિરંગાને સળગતા બચાવવાનો આ વિડીયો શેર કરતી વખતે ઘણા લોકો ફાયર જવાન સુનીલ મેહલાના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોએ એમ કહ્યું કે, આપણે બધાએ આવા દેશભક્તનું સન્માન કરવું જોઈએ. કેટલાક લોકોએ લખ્યું- “આને કહેવાય દેશભક્તિ. જય હિંદ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *