27 વર્ષીય મહિલા ગાયિકાએ નોટબંધી દરમિયાન નિવૃત્ત અધિકારીનું રૂ. 60 લાખનું કરી નાખ્યું, થઇ ધરપકડ

Published on: 9:50 am, Fri, 11 January 19

નોટબંધી વખતે એક નિવૃત્ત સરકારી અધિકારી સાથે રૂ. 60 લાખની છેતરપિંડી કરવા બદલ પોલીસે એક 27 વર્ષીય મહિલા ગાયિકા તેમજ સ્ટેજ અભિનેત્રી શિખા રાઘવની ધરપકડ કરી છે.

શિખાએ અધિકારીને રૂ. 60 લાખની જૂની નોટો બદલી આપવાની લાલચ આપી હતી. ગુરુવારે હરિયાણાના બહાદુરગઢ ખાતેથી શૂટિંગ દરમિયાન પોલીસે શિખાની ધરપકડ કરી હતી.

બે વર્ષ જૂના કેસમાં દિલ્હીની એક કોર્ટે શિખાને ભાગેડુ જાહેર કરી હતી. પોલીસે ધરપકડ કરીને શિખાની પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં પોલીસ શિખાના સાથે પવનની આ પહેલા જ ધરપકડ કરી ચુકી છે.

પોલીસે આ મામલે જણાવ્યું કે, રાણા પ્રતાપ બાદ નિવાસી સંતોષ ભારદ્વાજ નામની મહિલાએ બે વર્ષ પહેલા રૂપ નગર થાણામાં રૂ. 60 લાખની ઠગાઈની ફરિયાદ આપી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તેણી સુભાષ પ્લેસ રામલીલા કમિટીમાં સલાહકાર હતી. આ દરમિયાન તેની મુલાકાત હરિયાણવી ગાયિકા તેમજ સ્ટેજ અભિનેત્રી શિખા અને પવન સાથે થઈ હતી.

બંને રામલીલામાં રામ-સીતાનો રોલ કરતા હતા. સંતોષ પાસે નોટબંધી દરમિયાન રૂ. 60 લાખની જૂની નોટો પડી હતી. વાતચીત દરમિયાન બંનેએ અમુક કમિશન લઈને જૂની નોટો બદલી આપવાની લાલચ આપી હતી.

બીજી તરફ બંનેએ રૂપિયા લઈ લીધા હતા, પરંતુ તેના બદલામાં નવી નોટો આપી ન હતી. પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણ્યા બાદ મહિલાએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. તપાસ બાદ પોલીસે છેતરપિંડીનો કેસ નોંધીને પવનની ધરપકડ કરી લીધી હતી. આ સમયે શિખા ફરાર થઈ ગઈ હતી.

ડેપ્યુટી પોલીસ કમિશ્નર (નોર્થ) નુપુર પ્રસાદે જણાવ્યું હતું કે, તેમને એવી બાતમી મળી હતી કે શિખા હરિયાણામાં છે. જે બાદમાં એક ટીમ મોકલવામાં આવી હતી અને બુધવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ શિખાને પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવી છે. પોલીસે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે શિખા પાસેથી નોટો મળી આવી નથી.