શું મોદી સરકાર કંગાળ થઇ ચુકી છે? કરી આટલા હજાર કરોડ ની માંગણી

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે 10 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની માંગણી કરી છે. સરકાર નાણાકિય વર્ષ 2019-20માં ટેક્ષ વસૂલીના લક્ષ્યાંકને ચૂકી ગઈ…

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે 10 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની માંગણી કરી છે. સરકાર નાણાકિય વર્ષ 2019-20માં ટેક્ષ વસૂલીના લક્ષ્યાંકને ચૂકી ગઈ છે. સરકાર આ ખૂટતા પૈસાની માંગણી આરબીઆઈ પાસે કરી રહી છે. સતત ત્રીજા વર્ષે મોદી સરકારે આ ડિવિડન્ડનો લાભ લીધો છે.

જો કે આરબીઆઈએ આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી પરંતુ 15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં આરબીઆઈની કેન્દ્રીય બોર્ડની બેઠકમાં સરકારની આ માગ બાબતે નિર્ણય લેવાઈ શકે છે.

આરબીઆઈએ ગયા વર્ષે બેલેન્સશીટની ઓડિટ કરાવી હતી. કારણ કે એ નક્કી થઈ શકે છે સરકારને કેટલું વચગાળાનું ડિવિડન્ડ આપી શકાય. મોદી સરકાર દર વર્ષે 10 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની માંગણી કરે છે. ગત વર્ષે આરબીઆઈએ 28 હજાર કરોડ રૂપિયાનો લાભ આપવાનો નિર્ણય લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *