Gujarat Rain Forecast: રાજ્યમાં હજી પણ કેટલામાં જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત દિવસોમાં ભારે વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની વાતો વચ્ચે નવી અપડેટ (Gujarat Rain Forecast) સામે આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે કે અતિભારે નહિ પણ હળવો વરસાદની સંભાવના છે.
હાલ હવામાન વિભાગ દ્વારા ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. આ સાથે જ શનિવારે અને રવિવારે હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવા અઠવાડિયા એટલે કે સોમવારે પણ હળવો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે.
હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 14મી સપ્ટેમ્બરે પણ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, નર્મદા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભવાનાઓ રહેલી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે માહિતી આપી છે. જો કે હવામાન વિભાગ દ્વારા ભારે કે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ આગામી દિવસોમાં હળવોથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદની શકયતા રહેલી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App