ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોણ છે આ ભારતીય છોકરી ? જે પાકિસ્તાનના ક્રિકેટર હસન અલી સાથે કરશે લગ્ન…

ફરી એકવાર પાકિસ્તાન ના સારામાં સારા બોલર એવા હસન અલીની એક ખાસ વાત જાણવા મળી રહી છે. આ વાતને કારણે થોડા દિવસોથી હસન અલી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.ફક્ત રમતના મેદાનમાં જ નહીં પરંતુ બહાર પણ આ વાતની ચર્ચા થઈ રહી છે. આ રહસ્યમય વાત એ છે કે, પાકિસ્તાનની બોલર હસન અલી ભારતીય છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આવો જાણીએ ખરેખર શું છે આ વાત.

જે છોકરી નું નામ સામ્યા આરજુ છે. આ છોકરી હરિયાણાના નૃહ વિસ્તારમાં રહે છે. સામ્યા અર્જુન અને પાકિસ્તાની બોલર હસન અલી ના લગ્ન ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબમાં જન્મેલા હસન અલી અને નૃહ ના ચંદની વિસ્તારમાં રહેતી સામ્યા ના દુબઈની એટલાન્ટીક પામ જુબેર પાર્ક હોટેલમાં લગ્ન થવા જઈ રહ્યા છે.

શામિયા ના પિતા બી.ડી.પી.ઓ લિયાકત અલી એ એક ન્યૂઝમાં જણાવ્યું છે કે, લગ્ન 20 ઓગસ્ટે થવા જઈ રહ્યા છે. પરિવારના દસ લોકો 17 ઓગસ્ટે દુબઇ જઈ રહ્યા છે. જેમાં શામયા,પુત્ર અકબર અલી, પત્ની રહીશઆ , જમાઈ અલ્તાફ હુસેન, પુત્રી બિલકિસ, ભાઈ હસીન અહમદ અને પુત્રી મુમતાજ ની સાથે બીજા અન્ય લોકો પણ દુબઈ જઈ રહ્યા છે.

સામ્યા એ માનવ રચના યુનિવર્સિટી માંથી ડીગ્રી મેળવી છે. પહેલા તેને જેટ મા નોકરી લાગી હતી. જો કે પાછળના ત્રણ વર્ષથી સામ્યા અમીરાત ફ્લાઇટ એન્જિનિયર ના પદ પર કાર્ય કરી રહી છે. હાલમાં સામ્યા અમીરાતમાં એન્જિનિયરિંગ પદ પર કાર્યરત છે. અને એન્જિનિયરિંગ ની સમગ્ર કંપની સામ્યા ચલાવી રહી છે. આ કંપની ની સંપૂર્ણ જવાબદારી સામ્યા ઉપર દેવામાં આવી છે.

સામ્યા પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પુત્રીના લગ્ન કરવા છે પછી તે ઇન્ડિયન વ્યક્તિ હોય કે પછી પાકિસ્તાન વ્યક્તિ હોય તેમાં કોઈ ફરક પડતો નથી. માટે હવે ટૂંક સમયમાં જ સામ્યા ના લગ્ન કરવા છે. અને લગ્નમાં અમારા પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેશે. લગ્ન બાદ સામ્યા પાકિસ્તાન આવીને રહેશે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: