Increasing Bedtime: સેક્સ માત્ર આનંદનો સ્ત્રોત હોય એવું નથી, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ જીવનમાં સેક્સનું સ્થાન મહત્ત્વનું છે. અને પાર્ટનર (Increasing Bedtime) સાથે લાંબા સમય સુધી સેક્સનો આનંદ લેવા માટે સેક્સ પાવર હોવો જરૂરી છે. સ્ત્રી-પુરુષોમાં એ જુદા જુદા પ્રમાણમાં હોઈ શકે. જેમકે, પુરુષો માટે સામાન્ય રીતે સેક્સ પાવર પાંચ કે સાત મિનિટનો મનાય છે, જ્યારે સ્ત્રીઓમાં આ સમય લગભગ વીસ મિનિટનો હોય છે. ચરમસીમાએ પહોંચતા જ સમાગમનો અંત આવે છે, પણ સવાલ એ છે કે પોતાના પાર્ટનરને લાંબા સમય સુધી સેક્સનું સુખ આપવું હોય તો સેક્સ પાવર પણ એટલો મજબૂત હોવો જરૂરી છે.
આ માટે કેટલાક ઘરેલુ ઉપાયો કરી શકાય કે જેથી તમે પાર્ટનરને ખુશ કરી શકો
સેક્સ પાવર ઘટી જવાનાં લક્ષણો અને કારણો :
જે વ્યક્તિની કામેચ્છા ઘટી ગઈ હોય, શીઘ્ર સ્ખલન થઈ જાય, ચરમ સુખનો સમય ઘટી ગયો હોય, સેક્સ દરમ્યાન તેને સંતોષ ન મળતો હોય કે સમાગમ દરમ્યાન સારી રીતે પરફોર્મ ન કરી શકે ત્યારે સમજવું કે તમારો સેક્સ પાવર નબળો પડી ગયો છે. બીજું કે સેક્સ પાવર ઘટી જવાનાં એક નહીં અનેક કારણ હોઈ શકે. જેમકે, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી ગયું હોય, સેક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થયો હોય, નપુંસકતા, વૃદ્ધત્વ, વધુ પડતો તણાવ, વ્યસન, ડાયાબિટીસ કે હૃદયરોગને કારણે પણ સેક્સ પાવર ઘટી જાય છે.
આ ઉપાયોથી વધારી શકો સેક્સ પાવર
સૂર્યકિરણોથી અનેક પ્રકારની બીમારી દૂર કરી શકાય છે. મેલાટોનિન હોર્મોન આપણી ઊંઘનું સંતુલન જાળવી રાખે છે. આ હોર્મોનનો વધારો કે ઘટાડો પણ સેક્સ ઉપર અસર કરે છે. ખાસ કરીને શિયાળા દરમ્યાન આ હોર્મોનનો વધુ સ્ત્રાવ થાય છે તેથી થોડી વાર સૂર્યનાં કિરણો સામે બેસવું જોઈએ. સેક્સ પાવર વધારવાનો આ ઉત્તમ ઉપાય છે. એક રિસર્ચ મુજબ ડુંગળી ખાવાથી સેક્સ પાવર કુદરતી રીતે વધે છે. ખાસ કરીને સફેદ ડુંગળીને માખણ સાથે શેકીને ખાવાથી એનો લાભ વધારે મળે છે. સ્વાદ માટે એમાં મધ પણ ઉમેરી શકાય. સવારે ખાલી પેટે આ ઉપાય અજમાવી શકાય. લસણથી પણ સેક્સ પાવર વધારી શકાય છે. આ માટે દરરોજ લસણની કળીઓનું સેવન કરો. એનાથી કુદરતી રીતે કામેચ્છા વધે છે.
લસણથી જાતીય અંગોમાં ઝડપથી લોહીનો સંચાર થાય છે, જેથી સેક્સ દરમ્યાન કામેચ્છા ઉત્પન્ન કરતા અંગોમાં લાંબા સમય સુધી ઉત્તેજના જળવાઈ રહે છે અને લાંબા સમય સુધી સેક્સ કરી શકાય છે. એક સંશોધન મુજબ સેક્સ્યુઅલ પાવર વધારવામાં બદામ ઉપયોગી છે. બદામ ખાવાથી પ્રજનન ક્ષમતા વધે છે. બદામમાં ઉચ્ચ માત્રામાં પોષક તત્ત્વો અને ખનીજ હોય છે. એમાં રહેલા ઝિંક, સેલેનિયમ અને વિટામિન-ઈને કારણે જાતીય સ્વાસ્થ્ય સુધરે છે. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ઝિંક ખનીજની મહત્ત્વની ભૂમિકા છે.
અભ્યાસ મુજબ યૌન ઈચ્છા વધારવામાં ઝિંક મદદરૂપ બને છે. ચોકલેટ સૌએ ખાધી જ હોય, પણ જાણીને નવાઈ લાગશે કે ડાર્ક ચોકલેટ દવાનું કામ કરે છે. મતલબ કે ડાર્ક ચોકલેટના સેવનથી એન્ડ્રોફિન એટલે કે આનંદ આપતો હોર્મોન ઉત્પન્ન થાય છે. ડાર્ક ચોકલેટ સેક્સ પાવર વધારે છે. રિસર્ચ મુજબ જે લોકો લાંબા સમય સુધી સેક્સ નથી કરી શકતા તેમણે તો ડાર્ક ચોકલેટનું સેવન કરવું જ જોઈએ. જોકે, ડોક્ટરની સલાહ લઈને જ ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઈએ. ધૂમ્રપાન કરવાથી કે દારૂના વ્યસનથી પણ સેક્સ પાવર ઘટે છે. અભ્યાસ મુજબ ધૂમ્રપાન અને આલ્કોહોલને કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેથી પુરુષોમાં નપુંસકતાની સમસ્યા વધવા માંડે છે. તેથી આવા વ્યસનથી દૂર રહીને પણ જાતીય જીવનને વધારે આનંદિત બનાવી શકાય.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App