ભીષણ રોડ અકસ્માત: રસ્તે ચાલતા લોકો પર ફરી વળ્યું ડમ્પર, આટલા લોકોના મોત

Hathras Accident: ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં રસ્તા પર ચાલી રહેલા લોકો પર ડમ્પર ફરી વળ્યું હતું. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે અન્ય એક ત્રીજા વ્યક્તિને (Hathras Accident) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યાં ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું.

આ દુર્ઘટનામાં મરનાર ત્રણ મૃતકો માંથી બેની ઓળખ શિવમ અને કરણ તરીકે થઈ છે. તેમજ ત્રીજા વ્યક્તિની ઓળખ કરવામાં પોલીસ મહેનત કરી રહી છે. આ દુર્ઘટનાએ સમયે થઈ જ્યારે ત્રણેય લોકો પોતાના કામ પરથી પગપાળા ઘરે જઈ રહ્યા હતા. એવામાં જ પૂરપાટ ઝડપે આવતો ડમ્પર ટ્રક તેમના પર ફરી વળ્યો હતો. દુર્ઘટનાની ખબર મળતા જ મૃતોકોના પરિવારજનોમાં શોક ફરી વળ્યો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે લાશને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. તેમજ ડમ્પરને પણ જપ્ત કરી લીધું હતું.

સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સિકંદરાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી કરણ અને શિવમ બંને ત્યાં સ્થાનિક એક ફેક્ટરીમાં કામ કરતા હતા. આ ત્રણેય લોકો ફેક્ટરીમાંથી કામ પૂરું કર્યા બાદ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તેવામાં જ પાછળથી આવતા એક ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા.

કબજે કર્યું ડમ્પર
રોડ પર લોહી લુહાણ હાલતમાં ત્રણે મજૂરોને જોઈ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. દુર્ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. જાણકારી મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટના સ્થળે આવી હતી અને ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે આ ડમ્પર જપ્ત કરી લીધો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દુર્ઘટનાની જાણકારી મૃતકોના પરિવારજનોને મળી તો પરિવારમાં શોક ફરી વળ્યો હતો. આ ઘટના અંગે ઉપરી પોલીસ અધિકારી અશોક કુમારે જણાવ્યું કે દુર્ઘટનાની જાણકારી પ્રાપ્ત થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું.