વિદ્યાર્થીનીઓ માટે સરકારની ખાસ ઓફર: બાળકો પેદા કરો અને લઈ જાઓ એક લાખ…

Government of Russia: રશિયાના કારેલીયામાં 25 વર્ષ કરતા ઓછી ઉંમરની વિદ્યાર્થીનીઓને સ્વસ્થ બાળકના જન્મ આપવા પર એક લાખ રૂબલ આપવાની જાહેરાત (Government of Russia) કરવામાં આવી છે. ધ મોસ્કો ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ નીતિ દેશની ઓછી થતી જતી વસ્તીને વધારવા માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના 1 જાન્યુઆરીથી લાગુ થશે. તેમાં ફક્ત મહિલાઓને જ લાભ મળશે, જે સ્થાનિક યુનિવર્સિટી કે કોલેજમાં વિદ્યાર્થીઓ હોય, 25 વર્ષથી ઓછી ઉંમર અને કારેલીયામાં રહેતી હોય.

સ્થાનિક કાયદા અનુસાર આ યોજના એવી માતા ઉપર લાગુ નહીં થાય જે મૃત બાળકોને જન્મ આપે છે. જોકે તેમાં ઉલ્લેખનીય છે કે જો બાળક જન્મના બાદ અચાનક મૃત્યુ થઈ જાય તો આ રકમ મળવાપાત્ર હશે કે નહીં. આ પ્રકારે તે પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે જો બાળક ખોડખાપણ સાથે જન્મ લે છે તો માતાને આ રકમ આપવામાં આવશે કે નહીં. આ ઉપરાંત બાળકોની દેખભાળ અને ડિલિવરી ખર્ચમાં મદદ માટે આર્થિક સહાયનો ઉલ્લેખ આ નીતિમાં નથી.

રશિયાના ઘણા ભાગમાં આવી સ્કીમ લાગુ કરવામાં આવી છે
કારેલીયા એવું કરનાર પહેલો વિસ્તાર નથી. રશિયાના ઓછામાં ઓછા 11 અન્ય જગ્યાએ પણ સરકારે વિદ્યાર્થીનીઓના બાળકના જન્મ દેવા પર ઇનામી રકમની જાહેરાત કરી છે. જોકે જાણકાર લોકોએ આ પગલાને અપર્યાપ્ત અને દુરદર્શીતાની અછત વાળું ગણાવી છે.

દેશમાં ઓછો થતો જન્મદર ચિંતા નો વિષય
2024માં પહેલા છ મહિનામાં રશિયામાં ફક્ત  5,99,600 બાળકોએ જન્મ લીધો હતો જે છેલ્લા 25 વર્ષમાં સૌથી ઓછો છે. આંકડો 2023 ની તુલનામાં 16,000 ઓછો છે. જૂન મહિનામાં તો 1 લાખથી પણ નીચે જન્મદર ચાલ્યો ગયો હતો.

ઓછી થતી વસ્તીનું સંકટ
1990ના દશકની શરૂઆતમાં રશિયાની વસ્તી 148 મિલિયન હતી, જે હવે ઘટીને લગભગ 146 મિલિયન થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું છે કે આ સંખ્યા 2100 સુધી 74 મિલિયન થી 112 મિલિયન વચ્ચે રહી શકે છે.