દરેકને દરરોજ એકના એક શાકભાજી ભાવતા નથી. રોજ એકના એક શાકભાજી ખાઈને જયારે કંટાળી જઈએ ત્યારે બધાને એમ થાય છે કે, આજે કઈક સારું પંજાબી મળી જાય તો મજા પડી જાય. તો તમે બધાએ રીંગણનો ઓળો તો ખાધો જ હશે પણ શું તમે ક્યારેય દૂધીનો ઓળો ખાધો છે? તો આજે અમે તમને દુધીનો ઓળો બનવવાની રીત જણાવશું. તો ચાલો જાણીએ દુધીનો ઓળો બનવવાની રીત.
સામગ્રી :-
500 ગ્રામ સમારેલી દૂધી
પાણી (દૂધી ને બાફવા)
ગ્રેવી માટે –
3 ચમચી તેલ
½ ચમચી રાઈ
½ ચમચી જીરું
ચપટી હિંગ
4 ડુંગળી ઝીણી સમારેલી (1 મોટો બાઉલ)
આદું, મરચાં અને લસણની પેસ્ટ
3 ઝીણા સમારેલા ટામેટાં
વઘાર કરવા માટે–
2 ચમચી તેલ
અડધી ચમચી જીરું
અડધી ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
મીઠું સ્વાદ પ્રમાણ
અડધી ચમચી ગરમ મસાલો
સૌપ્રથમ દુધીની છાલ ઉતારીને સમારી લો. સમારેલી દુધીને કુકરમાં 3 સીટી વગાડીને બાફી લો. દુધી બફાઈ ગયા બાદ તેને ઠંડી થવા દઈને મેશ કરી લો. હવે એક નોનસ્ટીક પેનમાં 3 ચમચી તેલ લઈ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ, જીરું અને હિંગ નાખો. બાદમાં તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને થોડું મીઠું નાખીને તેને સાતળી લો.
ત્યારબાદ તેમાં આડું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો. હવે ઝીણા સમારેલા ટામેટા ઉમેરો અને 7 મિનીટ સુધી તેને કુક થવા દો. હવે તેમાં હળદર, લાળ મરચું, ધાણાજીરું અને મીઠું તેમજ ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં મેશ કરેલી દુધી ઉમેરો અને તેલ છૂટે ત્યાં સુધી કુક થવા દો. આમ,તૈયાર છે ખુબ જ ટેસ્ટી દુધીનો ઓળો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.