ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

જો તમને શ્રાવણ માસમાં આ શંખ દેખાય જાય તો કરો પ્રાથના, થઇ જશો માલામાલ. જાણો વિગતે

અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ શ્રાવણ મહિનો હિંદુ ધર્મમાં પવિત્ર માસ ઘણાય છે.શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા અર્ચના થાય છે અને શ્રાવણ મહિનામાં દરેક શિવાલયો એટલે કે શિવ મંદિરો ભકતોથી ભરચક જોવા મળતા હોય છે.શિવજીને શંખ પ્રિય હતો અને શું તમે કયારેય જીવતા શંખ જોયા છે? જી હા જીવતા શંખ શું તમે જીવતા શંખ વિષે સાંભળ્યું છે ખરું ? તમને જાણીને જરૂર નવાઇ લાગશે પરંતુ ગુજરાતના જ પાલનપુર હાઇવે સ્થિત સોસાયટીના એક મકાનમાં જીવતા શંખ જોવા મળે છે.તમને પણ નવાઈ લાગશે કે અહીં એક બે નહિ પરંતુ સો-બસ્સોની સંખ્યામાં જીવતા શંખ જોઈ બધા લોકો પણ આશ્ચર્ય પામે છે.

તમને જણાવી દઈએ કે અહી છેલ્લા બે વર્ષથી પાલનપુરમાં આ એક જ મકાનમાં જીવતા શંખ જોવા મળે છે.અને ખાસ કરીને શ્રાવણ માસમાં જ આ જીવતા શંખ જોવા મળે છે.આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં શંખનું અનેરું મહત્ત્વ છે શંખ એ ધાર્મિક પૂજામાં વપરાય છે. શંખને એક આદરભાવ સાથે જોવાય જ છે. ભગવાન વિષ્ણુને પ્રિય એવો શંખ જે જીવતો જોવા મળે ત્યારે એ ખૂબ જ નવાઈની બાબત કહેવાય શંખ શિવજી મંદિરમાં પણ અચૂક હોય જ છે.

સામાન્ય રીતે વાત કરીએ તો દરિયા અથવા નદી કિનારે શંખ મળી આવતા હોય છે. જોકે આ શંખ દરિયા અથવા નદી કિનારે ક્યારેય જીવતા જોવાની વાત લગભગ કોઈએ સાંભળી નથી.ત્યારે પાલનપુરમાં શ્રાવણ માસમાં જ આ જીવતા શંખ મળી આવ્યા છે ત્યારે રહીશો પણ કુતુહલવશ પણ અહીંયા શંખને જોવા માટે આવતા હોય છે.