SuratCrime News: સુરતમા સિટીલાઇટની 30 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. સાથે જ કેન્સરની પીડિત થઈ હોવાથી તેને નરાધમે તરછોડી દીધી હતી. જો કે, કેન્સરની સારવાર દરમિયાન પણ નરાધમે(SuratCrime News) યુવતીનો દેહ અભડાવ્યો હતો.
લગ્નની લાલચ આપી પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યા
સુરતમાં ઉમરા વિસ્તારમાંથી એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.જેમાં સુરેશ નામના ઈસમ મારફતે એક યુવતી પરેશ નામના યુવકના સંપર્કમાં આવી હતી. જે બાદ પરેશે 30 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ શારીરિક સંબંધ બાંધી તેની પાસેથી રોકડ અને દાગીના મળી 90.92 લાખ પડાવ્યા હતા.અને બાદમાં યુવતીને તરછોડી દીધી હતી.
જો કે યુવતીએ અનેકવાર તેના પ્રેમીની સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સુરેશ અને અશોકે ધમકાવી હતી અને તે યુવકનો પીછો છોડી દેવા કહ્યું હતું. જે બાદ યુવતીને પોતે છેતરાયા હોવાની જાણ થતા જ તેને સુરેશ અને અશોક વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી ત્યારે તેની ફરિયાદના આધારે ઉમરા પોલીસે સુરેશ તથા અશોકની ધરપકડ કરી અને તેની સામે રેપનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રોકડા રૂપિયા દાગીના પડાવ્યા
યુવતી પાસેથી નરાધમે રોકડ અને દાગીના મળી 90.92 લાખ પડાવ્યા હતા. પ્રેમી પરેશ લાભુ માણીયા(રહે,પંચવટી રો હાઇસ, પુણાગામ), તેના મિત્ર સુરેશ ઘનશ્યામ બુહા(રહે,અશ્વીન સોસા, વરાછા) અને અશોક રામજી ભુંગળીયા(રહે,બાલાજી સોસા,વરાછા)ની સામે રેપનો ગુનો નોંધ્યો છે. પોલીસે પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે.
ધમકી પણ અપાઈ
સુરેશ મારફતે યુવતી પ્રેમી પરેશના સંપર્કમાં આવી હતી. અગાઉ યુવતીએ ઘડિયાળ વેચવા સુરેશને કોલ કર્યો અને ત્યારે સુરેશ ગોવા હોવાની વાત કરી હતી. પછી સુરેશે તેના મિત્ર પરેશને મુલાકાત કરાવી હતી. યુવતીને પરેશ સાથે મિત્રતામાં પ્રેમસંબંધ થયો હતો. પ્રેમીએ લગ્નની લાલચે યુવતી પાસેથી દાગીના ગીરવે મુકાવી 16.50 લાખ, દાગીના વેચાણના 24.42 લાખ અને 50 લાખ રોકડ મળી 90.92 લાખ પડાવ્યા હતા અને યુવતીને તરછોડી હતી. બાદ સુરેશ અને અશોકે ધમકાવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App