Uttar Pradesh Crime: ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ બીજા પુરુષો સાથે સંબંધ બનાવવા માટે મજબુર કરતો હતો અને તેનો વિડીયો બનાવીને પણ કમાણી (Uttar Pradesh Crime) કરતો હતો. પીડીતાએ એવું પણ જણાવ્યું છે કે તેનો પતિ પોતાના મિત્રો પાસેથી પૈસા લઈને તેનો બળાત્કાર કરાવતો હતો.
આ હેરનગતિથી મહિલાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે ન્યાયની માંગણી કરી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુલાવટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ જણાવ્યું કે 14 વર્ષ પહેલા બુલંદ શહેરના એક ગામમાં મહિલાના લગ્ન થયા હતા. તેને ચાર બાળકો છે.
તેનો પતિ બહાર કામ કરે છે અને કાયમ મિત્રોને સાથે લઈ ઘરે આવે છે. મહિલાઓન પતિ તેના મિત્રો પાસે મારો બળાત્કાર કરાવે છે. જ્યારે આ બલાત્કાર કરતો હોય ત્યારે મહિલાનો પણ વિડીયો બનાવી લે છે. આ વિડીયોથી પૈસા કમાવાનો આરોપ મહિલાએ પતિ પર લગાવ્યો છે.
વિડીયો વાયરલ કરવાની આપી રહ્યો છે ધમકી આરોપી
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે તેણે અન્ય યુવકો સાથે સંબંધ બનાવ્યા ન હતા તો પતિએ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છે. મુશ્કેલીમાં મુકાયેલી આ મહિલાએ એસએસપી ઓફિસ પહોંચી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ વીડિયોમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પાસે પોતાના પતિ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે. આ ઘટના અંગે લોકોનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચે બનાવ હોવાને કારણે મહિલાએ પોતાના પતિ પર આવા આરોપો લગાવ્યા છે.
મહિલા એપીએમ મોદી અને સીએમ યોગી પાસે મદદ માગી
મહિલાએ પીએમ મોદી અને સીએમ યોગી પાસે ન્યાયની માંગણી કરી છે અને આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. મહિલા ઉચ્ચ પોલીસ અધિકારીને પણ ફરિયાદ આપી છે. પોલીસ અધિકારીએ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે એવું કહ્યું છે. જે પણ દોષીત હશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App