કળિયુગી બાપની કાળી કરતુત: દીકરાની ગર્લફ્રેન્ડને માં બનાવીને લઈ આવ્યો ઘરે…જાણો ઘટના

Maharshtra News: દરેક મા-બાપની ઈચ્છા હોય છે કે તેના દીકરાના ધૂમધામથી લગ્ન થાય. ઘરમાં એક સુંદર સુશીલ વહુ આવે. તેના માટે મા બાપ તમામ પ્રયત્નો કરે છે. જેની માતા નથી હોતી તેના પિતા આ બધાનો ખ્યાલ રાખે છે. મહારાષ્ટ્રમાં નાસિકમાં પણ એક વ્યક્તિના લગ્ન (Maharshtra News) થવાના હતા. લગ્ન લગભગ નક્કી જ હતા અને ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. ફક્ત વરરાજો જાન લઈને પરણવા જાય એટલી જ વાર હતી.

પરંતુ એવામાં છોકરાના જીવનમાં એવો ભૂકંપ આવ્યો જેનો આઘાત તેને જીવનભર રહેશે. સોશિયલ મીડિયા પર આ ઘટના જાણી દરેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કળિયુગના આ બાપએ પોતાના દીકરાની થનાર પત્ની સાથે જ લગ્ન કરી લીધા. હાલમાં આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બાપાએ જ દીકરાના થનાર પત્ની સાથે કર્યા લગ્ન
વર્ષ 1994માં અજય દેવગન, સુનીલ શેટ્ટી, રવિના ટંડન અને પરેશ રાવલની ફિલ્મ ‘દિલવાલે’ આવી હતી. જેનો એક ડાયલોગ આજે પણ લોકોને યાદ છે. તે ડાયલોગ છે “હમે તો અપનો ને લુટા”. આવું જ કંઈક થયું છે મહારાષ્ટ્રમાં નાસિકમાં રહેતા એક યુવક સાથે. મામલો કંઈક એવો છે કે આ છોકરાના લગ્ન નક્કી થઈ ગયા હતા.

છોકરો લગ્ન જીવનના સપના જોઈ રહ્યો હતો. પરંતુ લગ્નના થોડા દિવસ પહેલા જ છોકરાના પિતાએ છોકરા સાથે એવી હરકત કરી કે જે અત્યાર સુધી ક્યારેય નહીં બની હોય. છોકરાના પિતાએ પોતાના દીકરાની થનાર વહુ સાથે ભાગીને લગ્ન કરી લીધા. અને તે પોતાના દીકરાની સોતેલી માં બનાવીને લઈ આવ્યો.

દીકરો હજુ આઘાતમાં છે
જ્યારે આ છોકરાને પિતાના આ કારનામાની ખબર પડી તો છોકરા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ જાણીને તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. હવે તેને ખરાબ વિચારો પણ આવવા લાગ્યા છે. તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેનો બાપ આવી હરકત કરશે. આ વાત જાણ્યા બાદ છોકરાએ આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો અને સન્યાસી થઈ જવાનું નક્કી કર્યું છે.