આજકાલ ઘણા કિસ્સાઓ એવા આવે છે જેમાં લોકો પ્રેમમાં(Love) જીવન(Life) આપી પણ દે છે અને જીવ લઇ પણ લે છે. જીવન લેવું અને આપવું એ પ્રેમી યુગલો(Couples) માટે કદાચ સહેલું બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ ગ્વાલિયરમાં પ્રેમમાં પાગલ બોયફ્રેન્ડે(Boyfriend) તેની ગર્લફ્રેન્ડની(Girlfriend) સામે જ મોતને(Death) ભેટ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવકે હોટલના(Hotel) રૂમમાં ટુવાલ વડે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેની જ પ્રેમિકા તેને નાટક સમજી આ આખો તમાશો જોતી રહી. પરંતુ તેના શ્વાસ તૂટી જતાં પ્રેમિકાએ બોયફ્રેન્ડની માતાને ફોન કરીને જાણ કરી હતી.
વાસ્તવમાં, કંપુના રહેવાસી 24 વર્ષીય મોનુ યાદવે તેની ગર્લફ્રેન્ડને હોટલ શારદામાં બોલાવી હતી. અહીં, તેની સામે જ ટુવાલ વડે ફાંસો બનાવી તેને પંખા સાથે લટકાવ્યો હતો. ગર્લફ્રેન્ડ વિચારતી રહી કે તે નાટક કરી રહ્યો છે. જ્યારે તે ફાંસી પર લટક્યો, ત્યારે છોકરી ગભરાઈ ગઈ. તેણે બાથરૂમમાંથી સ્ટીલની સાબુની ડીશ કાઢી અને ફાંસો કાપી નાખ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોનુનો શ્વાસ થંભી ગયો હતો.
ત્યારબાદ આ ઘટના અંગે યુવતીએ બોયફ્રેન્ડની માતાને ફોન કર્યો હતો. જ્યારે પરિવાર હોટલ પર પહોંચ્યો ત્યારે છોકરાની બહેને છોકરી પર આરોપ લગાવતા છોકરીને થપ્પડ મારી હતી. તેના પરિવારના જણાવ્યા અનુસાર, છોકરાએ દોઢ વર્ષ પહેલા પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બંને ચાર વર્ષથી રિલેશનશિપમાં હતા. છોકરાના વિચિત્ર સ્વભાવને કારણે યુવતી અલગ થવા માંગતી હતી, પરંતુ બોયફ્રેન્ડ તેને વારંવાર ફોન કરીને આપઘાતની ધમકી આપતો હતો.
મળેલ માહિતી અનુસાર એક અઠવાડિયા પહેલા મોનુને મોટા ભાઈ લક્ષ્મણ યાદવની પત્ની સાથે ઝઘડો થયો હતો. તેણે તેની ભાભીને માર માર્યો હતો. ભાભીએ કંપુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ મોનુને પોલીસ સ્ટેશન બોલાવી રહી હતી. જેના કારણે તે બે દિવસથી હોટલમાં રોકાયો હતો. જાણવા મળ્યું છે કે, ગ્વાલિયરની હોટલમાં આવી ઘટનાઓ સતત બે દિવસથી બની રહી છે. તેમાં મળતી માહિતી મુજબ આગલા જ દીવસે, એક યુવકે તેની ગર્લફ્રેન્ડને ગોળી મારી હતી, જે હોસ્પિટલમાં દાખલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.