અંધશ્રદ્ધા: પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી શિવલિંગ પર ચડાવ્યો, મંદિરમાં ભેગી થઈ ગઈ ભીડ

UttarPradesh News: ઉત્તરપ્રદેશના સીતાપુરથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે, જ્યાં એક આધેડએ ભગવાન શિવના મંદિરમાં પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી (UttarPradesh News) ચઢાવી દીધો હતો. આ ઘટના બાદ ગામમાં હડકંપ મચી ગયો અને મંદિરમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. તેમજ મંદિરમાં લોકોએ હર હર શંભુના નારા લગાવ્યા. આધેડની હાલત નાજુક જણાવાઈ રહી છે.

મળતી જાણકારી અનુસાર મહમૂદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના બહરોલી ગામની આ ઘટના છે, જ્યાં શનિવારે સવારે ગામમાં રહેતા બિહારીલાલએ ધારદાર હથિયારથી પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. ત્યારબાદ તેણે પોતાના 15 વર્ષના દીકરાના હાથે તે કપાયેલા ભાગને ગામમાં બનેલા શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં ચડાવવા માટે મોકલી દીધો. દીકરાએ કપાયેલા પ્રાઇવેટ પાર્ટને શિવલિંગ પર ચઢાવી દીધો અને ઘરે પાછો ફર્યો. ત્યારબાદ બિહારી લોહીથી લથબથ પડ્યો રહ્યો.

પ્રાઇવેટ કાપી મંદિરમાં ચઢાવ્યો
બિહારીલાલના દીકરાએ જણાવ્યું કે તેના પિતાએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ તેને ભગવાનના મંદિરમાં ચઢાવવા માટે કહ્યું હતું. ગામના લોકોને જ્યારે ખબર પડી તો તેઓ મંદિરમાં પહોંચ્યા. મંદિરમાં ખૂબ ભીડ જામી ગઈ હતી. ઘણા લોકો ખૂબ ડરી ગયા હતા અને મંદિરમાં જોર જોરથી ઓમ નમઃ શિવાયનો જપ કરવા લાગ્યા.

પ્રાઇવેટ પાર્ટ કાપીને ચઢાવવાની ચર્ચા આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો જાતજાતની વાતો કરી રહ્યા છે. પ્રાઇવેટ પાર્ટ ચઢાવનાર માનસિક રીતે બીમાર જણાવવામાં આવી રહ્યો છે. હાલમાં તેનો ઈલાજ સીતાપુર હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

પત્નીએ જણાવી હકીકત
બિહારી લાલની પત્ની આશા દેવીએ કહ્યું કે જ્યારે સવારે બિહારી લાલ ઊઠીને નહાવા માટે કહેવા ગયા તો તેમણે ના પાડી દીધી. તેણે કહ્યું મને મંદિર લઈ જાઓ. પરિવારજનો તેને મંદિર લઈ ગયા જ્યાં પૂજા કર્યા બાદ પાછા ઘરે આવી ગયા. થોડા સમય બાદ બિહારીલાલની તબિયત ખૂબ ખરાબ થવા લાગી અને તે બોલી પણ શકતો ન હતો. પત્નીએ હોસ્પિટલ જવા માટે કહ્યું તો બિહારીલાલએ ના પાડી દીધી અને મંદિર લઈ જવાની વાત કરી. પરિજનો જબરજસ્તી તને હોસ્પિટલ લઈ ગયા, ત્યારે જઈને પ્રાઇવેટ પાર્ટ કપાઈ ગયો છે તે વાત સામે આવી હતી.