પેપર વાંચતા-વાંચતા આંબી ગયો કાળ- પરિવારના એકના એક દીકરાની યાદમાં લોહીના આંસુએ રડ્યો પરિવાર

હાર્ટ એટેક (heart attack) ના કેસોમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. આટલું જ નહિ પણ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.…

હાર્ટ એટેક (heart attack) ના કેસોમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. આટલું જ નહિ પણ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે. મહત્વનુંતો એ છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોવા છતાય લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અત્યાર સુધી બનતા બનાવની અંદર હાર્ટ એટેકથી ફક્ત વૃદ્ધ લોકોના જ મોત થતા હોવાના સમાચાર સામે આવતા હતા. પરંતુ તબીબોના તારણ અને અનુભવ અનુસાર, હવે કોરોના બાદ યુવાનોમાં પણ હાર્ટ એટેકના પ્રમાણમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.

ઇન્દોરમાં એક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જના પુત્રનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તે સવારે ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો. આ દરમિયાન તેમને અચાનક ઉધરસ આવવા લાગી હતી અને તેમની તબિયત લથડી ગઈ હતી. પરિવારજનોએ ડોક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તરત જ તેને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક MPPSCની તૈયારી કરી રહ્યો હતો.

પલાસિયા એસઆઈ દીપસિંહ પરમારના જણાવ્યા અનુસાર મૃતકનું નામ હર્ષ ભદૌરિયા (27) છે, જે નવરત્ન બાગમાં રહે છે. હર્ષના પિતા મહેન્દ્ર સિંહ ભદૌરિયા મહુ પોલીસ સ્ટેશનના ટીઆઈ છે. સોમવારે સવારે હર્ષ ડ્રોઈંગ રૂમમાં બેસી ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો. ત્યાર અચાનક તેની તબિયત બગડવા લાગી.

મહેન્દ્રસિંહ ભદોરિયા સવારે મહુ જવા નીકળ્યા હતા. પુત્ર હર્ષની બગડતી તબિયતની જાણ થતાં તેઓ અડધેથી પરત ફર્યા હતા. તેઓ તેમના પુત્ર સાથે એમવાય ના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા. પરંતુ, અહીંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હર્ષ તેમનો એકમાત્ર પુત્ર હતો. જ્યારે મોટી દીકરીના લગ્ન થોડા સમય પહેલા ગ્વાલિયરમાં થયા હતા.

પરિવારના જણાવ્યા અનુસાર હર્ષ અભ્યાસ બાદ MPPSCની તૈયારી કરી રહ્યો હતો. આમાં તેણે એક પેપર પણ આપ્યું હતું. જ્યારે બીજુ પેપર થોડા દિવસો બાદ લેવાનું હતું. હર્ષના દાદા પણ શહેરમાં પોલીસ વિભાગમાં મોટા હોદ્દા પર રહી ચૂક્યા છે. અને તેના કાકા સેનામાંથી નિવૃત્ત છે. ભદૌરિયા પંઢરીનાથ, ખુદાઈલ, હીરાનગર અને સદર બજાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પણ રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *