નેતાજી તો જુઓ, ખુલ્લેઆમ ચડ્ડી પહેરીને ફરી રહ્યા છે ટ્રેનમાં- વિરોધ કર્યો તો આપી દીધી એવી ધમકી કે…

જનતા દળ યુનાઇટેડ (JDU) ના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલ, જેઓ વારંવાર તેમના નિવેદનોના કારણે હેડલાઇન્સમાં રહે છે, તે ફરી એક વખત મોટા…

જનતા દળ યુનાઇટેડ (JDU) ના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલ, જેઓ વારંવાર તેમના નિવેદનોના કારણે હેડલાઇન્સમાં રહે છે, તે ફરી એક વખત મોટા વિવાદમાં ફસાયા છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તે અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનની અંદર ઘૂમી રહ્યા છે. જ્યારે તેના સહપ્રવાસીએ તેની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો અને વિરોધ કર્યો ત્યારે ધારાસભ્યએ ગોળી મારી દેવાની ધમકી આપી હતી તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે

ધારાસભ્ય પર મુસાફરો સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, ગોપાલ મંડલ પટના-દિલ્હી તેજસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આરોપ છે કે, જ્યારે મુસાફરે તેને અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનની અંદર ચાલવા માટે અટકાવ્યા ત્યારે તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ગોળી મારી દેવાની ધમકી આપી. સહ પ્રવાસી પ્રહલાદ પાસવાને ધારાસભ્યને કહ્યું કે ટ્રેનમાં મહિલાઓ પણ છે, તમે જનપ્રતિનિધિ છો, જો તમે આ રીતે ન કરી શકો તો ગુસ્સામાં ગોપાલ મંડલે તેમને જોઈ લેવાની ધમકી આપી.

આરોપ છે કે વિરોધ બાદ ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા અને સહ પ્રવાસી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા અને તેમની સાથે મારપીટ કરી. ધારાસભ્ય સાથે ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે મુસાફરો સાથે ઝઘડો થયો ત્યારે સાથે આવેલા લોકોએ તેમને સમજાવવાનું શરૂ કર્યું. દરમિયાન, સ્થળ પર પહોંચેલા TTE એ બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. જ્યારે સહ પ્રવાસીએ ધારાસભ્ય વિશે RPF ને ફરિયાદ કરી, RPF એ તેનો કોચ બદલી નાખ્યો.

તેજ પ્રતાપે કહ્યું- નીતિશ કુમારે રાજીનામાની માંગ કરવી જોઈએ:
આ કેસમાં આરજેડીના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવનું કહેવું છે કે, જો નીતીશ કુમાર આ તસવીર જોઈ રહ્યા છે, તો તેમને તરત જ પાર્ટીમાંથી કાઢી નાખો. મુખ્યમંત્રીએ તેમના રાજીનામાની માંગણી કરવી જોઈએ.

RPF અને TTE એ બંને પક્ષોને સમજાવ્યા બાદ મામલો શાંત કર્યો: CPRO
પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓએ જણાવ્યું કે, ‘જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલ પટનાથી નવી દિલ્હી જતી વખતે ગઈ કાલે તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં તેમના અન્ડરગાર્મેન્ટમાં ચાલતા જોવા મળ્યા હતા. સાથી મુસાફરોએ ધારાસભ્યના વર્તન અંગે ફરિયાદ કરી હતી. RPF અને TTE એ બંને પક્ષોને સમજાવ્યા બાદ મામલો શાંત કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *