Mahakumbh Viral Business Baba: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહા કુંભ મેળો 26 જાન્યુઆરી સુધી ચાલશે. આ મહાકુંભમાં દેશ તેમજ વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. તો સાથે જ મહાકુંભમાં એવા ઘણા સાધુ અને બાબા (Mahakumbh Viral Business Baba) નજર આવી રહ્યા છે, જેઓ અત્યાર સુધી લોકોની નજરોથી દૂર હતા. પછી તેમાં આઇઆઇટી બાબા પણ આવી ગયા અને રાજદૂત બાબા અને લીલીપુટ બાબા પણ આવી ગયા.
આ ઉપરાંત વાત કરીએ તો મોડલથી લઈને સાધવી બનેલી હર્ષા એ પણ ખૂબ ચર્ચા જગાવી છે. આ મહાકુંભમાં આ સાધુ-બાબાઓને પણ લોકોની જીજ્ઞાસાને ખૂબ જગાડી રાખી છે. વધુ એક બાબા ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. તેનું નામ છે બિઝનેસ બાબા. તેના વાયરલ થવાનું કારણ એ છે કે બાબા પોતાની હજારો કરોડોની સંપત્તિ છોડી ચાલી નીકળ્યા છે.
મહાકુંભમાં વાયરલ થઈ રહ્યા છે બિઝનેસ બાબા
પ્રયાગરાજ માં ચાલી રહેલ મહાકુંભમાં એક પછી એક બાબા અને સાધુ વાયરલ થતા જોવા મળ્યા છે. હવે તેમાં એન્ટ્રી થઈ છે બિઝનેસ બાબાની, આ બાબા એટલા માટે અન્ય બાબાઓથી અલગ છે કારણ કે તેમણે પોતાની સારી એવી સેટલ જિંદગી અને 3000 કરોડની સંપત્તિ છોડી બાબા બન્યા છે. સોશિયલ મીડિયા પર તેમની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે.
બાબાએ જણાવ્યું કે તમામ સુખ સુવિધાથી ભરેલી અને એશ-આરામની જિંદગી જીવ્યા બાદ તેમને એ વાતનો અનુભવ થયો કે ખૂબ બધું ધન પણ માણસને સંતુષ્ટ કરી શકતું નથી અને પછી ત્યારબાદ તેમણે ભગવા વસ્ત્ર ધારણ કરી, સન્યાસ લેવાનો નિર્ણય કર્યો.
સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહેલા બિઝનેસ બાબાનો વિડીયો
View this post on Instagram
લોકો આપી રહ્યા છે પોતાના મંતવ્ય
વાયરલ થઈ રહેલા આ વીડિયોને instagram પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકો જોઈ ચૂક્યા છે. તેના પર લોકોએ કમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિ લખે છે કે ગરીબી નથી જોઈ તેના કારણે અમીરીમાં આનંદ નથી આવી રહ્યો. આ ઉપરાંત પણ ઘણા લોકોએ ખૂબ કમેન્ટ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App