Ghaziabad Viral News: ગાઝિયાબાદમાં થુંક કાંડનો મામલો સામે આવ્યો છે. જિલ્લાની ખોડા પોલીસે તંદુરમાં રોટી શેકવાના પહેલા તેના પર થુકવાના મામલે એક વ્યક્તિની (Ghaziabad Viral News) ધરપકડ કરવામાં આવી છે. ચંદુરમાં રોટલી શેક્યા પહેલા તેના પર થૂંક લગાડવાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો ને ધ્યાને લઈ બુધવારના રોજ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં તે તંદુરમાં રોટલી નાખવા પહેલા રોટલી પર થૂકતો દેખાઈ રહ્યો હતો.
આ રેસ્ટોરન્ટ લોધી ચોક પોલીસ ચોકી પાસેનો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ ઈરફાન તરીકે થઈ છે, જે રોટલી બનાવતી વખતે તેના પર થુકતો હતો અને પછી તેને તંદુરમાં નાખતો હતો. ખોડા પોલીસે હોટલ પર જોઈને તેની ધરપકડ કરી હતી.
ઇન્દિરાપુરાના એસીપી સ્વતંત્ર કુમાર સિંહ ને જણાવ્યું હતું કે આ સંબંધે ખાદ્ય સુરક્ષા તેમજ ઔષધ વિભાગને સેમ્પલ મોકલવામાં આવ્યા છે. એસીપીના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલ આરોપી ઈરફાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ધારાઓ અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે. કાયદાકીય કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App