ઉત્તરપ્રદેશ: આજકાલ અકસ્માતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. હાલમાં એવો જ એક માર્ગ અકસ્માત રાત્રે ૮ વાગ્યાની આસપાસ બન્યો છે. અહીંયા એક બાઈક સવાર વ્યક્તિનું સ્લીપર બસ સાથે ટક્કર થઇ જતા આ બાઈક ચાલકનું મૃત્યુ થઇ ગયું હતું.
મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં મોહલ્લા ગંગાનગર રોહિલામાં રહેતો રોહિત નીબકોરી સ્થિત વીજળી વિભાગમાં નોકરી કરતા હતા. તે તેની ડ્યૂટી પુરી કરીને સાંજે ઘરે પરત આવી રહ્યો હતો અને એવામાં આઠ વાગ્યાની આસપાસ સ્લીપર બસની ટક્કર થતા બાઈક ચાલક રોહિતનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું.
આ બનાવની જાણ થતા આ બાઈક ચાલકના સગાસંબંધીઓ અને પોલીસ તાતકાલીક ઘટના સ્થળ પર આવી ગયા હતા. રોહિતના પરિવારમાં એક ૩ વર્ષનો દીકરો પત્ની પ્રિયા, માતા નિર્મલા દેવી અને પિતા જયવીર સિંહને આ વાતની જાણ થતાની સાથે જ પરિવાર ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો. હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવ બન્યા બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.