રોડ પર લીફ્ટ લેતા લોકો રહેજો સાવચેત! રાજકોટમાં બે પુરુષોએ મહિલાને કારમાં બેસાડી કેફી પ્રવાહી પીવડાવીને…

અજાણ્યા વાહન ચાલકો પાસેથી લિફ્ટ લેતા રહેજો સાવચેત. કારણ કે, રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલ જામકંડોરણામાં મહિલાને લિફ્ટ આપીને કારચાલક સહિત 2 અજાણ્યા શખ્સોએ કેફી પ્રવાહી પીવડાવીને દાગીના-રોકડ રકમ સેરવી લીધી હતી. હાલમાં રાજકોટ રૂલર LCB પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ ગેંગ મોટા ભાગે મહિલાઓને લિફ્ટ આપીને કેફી પદાર્થ પીવડાવીને સોના ચાંદીના દાગીના તફડાવી લેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા હજુ એક ફરાર આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કાળા કલરની કાર મારી પાસે આવી : ફરિયાદી મહિલા
આ અંગે પોલીસ ફરિયાદમાં મહિલા જણાવે છે કે, હું બપોરના સમયે અમારા ઘરેથી જેતપુર તરફ જવા માટે નીકળી હતી. વૈભવ પેટ્રોલપંપ સામે વાહનની રાહ જોતી હતી ત્યારે 3 વાગ્યાના સુમારે કાળા રંગની કાર મારી પાસે ઉભી રહેલ આ કારમાં 2 પુરૂષો હતા કે, જેમાં ડ્રાઇવરે મને પૂછ્યું કે, તમારે ક્યાં જવું છે? તો મેં કહ્યું કે, મારે ધોરાજી જવું છે ત્યારે ડ્રાઇવરે કહે કે, અમે ધોરાજી જ જઇએ છીએ. તમારે આવવું હોય તો બેસી જાવ.

કારચાલકે રાયડીના પાટીયા નજીક કાર ઉભી રાખી:
ફરિયાદી મહિલા આગળ જણાવે છે કે, હું આ કારમાં પાછળની સીટમાં બેસી ગયેલ ત્યારબાદ મને આ કારના ડ્રાઇવરે પૂછ્યું કે, તમે ક્યાં રહો છો? તો મેં કહ્યું કે, હું અહી જસાપરમાં રહું છું થોડીવાર પછી કારચાલકે રાયડીના પાટીયા નજીક કાર ઉભી રાખીને એની બાજુમાં બેઠેલ દુકાનેથી સોડા લેવા ગયા ત્યારે મને આ સોડા લેવા ગયેલ ભાઇએ એક ગ્લાસમાં સોડા આપ્યા પછી થોડા ઘુંટડા સોડા પીધી હતી બાકીની સોડા ફેકી દીધી.

મને સોડામાં કેફી પ્રવાહી પીવડાવી દીધું:
ફરિયાદી મહિલા કહે છે કે, જેતપુર તરફ ધોરાજી શાક માર્કેટ નજીક પહોચેલ ત્યાં સુધી મને જાણ હતી. ત્યારબાદ હું બેભાન થઇ ગઈ હતી. ત્યારબાદ કારમાં મને ક્યાં લઇ ગયેલ તેની જાણ નથી. 21 ઓગસ્ટનાં રોજ સવારમાં ભાનમાં આવેલ ત્યારે ધોકીયા પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરવામાં આવેલ છે.

મારું પર્સ અને મોબાઇલ તેમજ મારા કાનમાં પહેરેલ સોનાની બુટીઓ જોવામાં આવેલ નહી. જેથી મને એમ લાગ્યું હતું કે, કાર વાળા 2 પુરૂષોએ મને રાયડી પાટીયા નજીક સોડામાં કોઇ કેફી પ્રવાહી પીવડાવ્યુ હોવાથી હું બેભાન થઇ ગઈ હતી. ત્યારપછી પર્સ ચેક કરતા દાગીના તથા રોકડ સહિત 9,500 રૂપિયાની ચોરી થઈ હોવાની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી શબાના કાદરી તપાસ હાથ ધરી:
આ મુદ્દે રૂલર LCB પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી કે, જેમાં ચોક્કસ મળેલ બાતમીને આધારે પોલીસ દ્વારા આરોપીઓ પૈકી જયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢા તેમજ બલભદ્રસિંહ ઉર્ફે ડુગો પથુભા જાડેજાની ધરપકડ કરીને સોનાના દાગીના સહીત કુલ 1,80,000 રૂપિયાનો મુદામાલ કબ્જે કરીને ફરાર આરોપી શબાના કાદરીની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *