હેડ ક્લાર્કના પેપર લીક કૌભાંડ(head clerk paper leak)ને કારણે 88 હજાર વિદ્યાર્થીઓના સપનાઓ રગદોળાય ગયા છે. વિદ્યાર્થીઓ રાત-દિન મહામહેનત કરીને પરીક્ષા આપે છે, પણ પેપર ફૂટવાને કારણે તેમની મહેનત પર પાણી ફરી વળે છે. એક બાજુ પરીક્ષા રદ થવાથી સરકારી નોકરીના સપનાઓ જોતા ઉમેદવારો પણ ચિંતામાં ડૂબ્યા છે, પણ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા(Asit Vora)ને આ મુદ્દે કોઈ અફસોસ છે તેવુ દેખાઈ રહ્યું નથી. કૌભાંડોની હારમાળા વચ્ચે અસિત વોરાએ યુ-ટ્યુબ પર વધુ એક ગીતનો વીડિયો(Video) શેર કર્યો છે.
ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પોતાના યુટ્યુબ ચેનલ પર એક ગીતનો વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેઓ હાર્મોનિયમની સાથે પોતે ગીત રેકોર્ડ કર્યું છે. એક બાજુ વિદ્યાર્થીઓ ચિંતામાં અસિત વોરા સંગીતની મહેફિલમાં મગ્ન લાગી રહ્યા છે. પરીક્ષા રદ થવાને કારણે હજારો વિદ્યાર્થીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને બીજી બાજુ અસિત વોરા સંગીતમાં મસ્ત દેખાઈ રહ્યા છે. અસિત વોરા યુટ્યુબ પર મુકેલા આ વિડીયોમાં હિન્દી ફિલ્મનુ ગીત ગાઈ રહ્યા છે. ”ઈતના ના સતાઓ, મેરે પાસ ના આઓ, અબ ચેન સે રહેને દો, મેરે પાસ ન આઓ, દામન મે લેકે બૈઠા હું, કબ તક મે જીયુંગા યુહીં…’ હાર્મોનિયમ પર વગાડતા જોવા મળી રહ્યા છે.
હાર્મોનિયમની સાથે મસ્ત મગ્ન થઈને ગીત ગાઈ રહ્યા છે, ત્યારે શું આ ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાને વિધાર્થીઓ પર જરા પણ તરસ નથી આવતી? પોતે પોતાના ગીત ગાવામાં મશગુલ છે. પણ શું વિધાર્થીઓના હિત વિશે વિચારશે ખરા? એક બાજુ વિધાર્થીઓ ચિંતામાં અને પરેશાનીમાં છે અને બીજી બાજુ મોજથી ગીત ગાઈ રહ્યા છે ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.