કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન, શરીરને મળશે એટલા બધા ફાયદા

Muskmelon Benefits: સક્કરટેટીના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. સામાન્ય રીતે આ ફળ સૌથી વધારે ઉનાળામાં જોવા મળે છે. પુષ્કળ પ્રમાણમાં (Muskmelon Benefits) પાણીનો ભાગ ધરાવતી સક્કરટેટી શરીરને પાણી પૂરું પાડવાનું અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.

શક્કરટેટી ખાવાના ઘણા ફાયદા
ગરમીની સીઝનમાં આવતી શક્કરટેટી ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન થઇ શકે છે. શક્કર ટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે. આમાં 95 ટકા પાણી રહે છે, આના સિવાય આને 100 ગ્રામ ખોરાકમાં લઈશું તો તેમાંથી 0.8 ગ્રામ પ્રોટીન મળશે. આમાં રહેલું પોટૅશિયમ તાણને દૂર કરે છે. આમાં તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે. કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે આનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઇએ. આમાં રહેલું બીટા કૈરોટીન વિટામિનનું એક રૂપ છે, જે આંખો માટે સારું છે. આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે, અને કેલરી વધારે રહેતી નથી. સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. ચામડીને ચમકદાર બનાવવા માટે આમાં રહેલ વિટામીન એ અને સી ઉપરાંત કોલેજન પ્રોટીન પણ રહે છે, જે વાગેલાના ઘા પર જલ્દી રૂઝ લાવે છે. સાથે ચામડીમાં મજબૂતી આવે છે.

હાર્ટ સંબંધિત સમસ્યાને પણ દૂર રાખવામાં શક્કર ટેટી ફાયદાકારક છે. તેના સેવનથી બ્લડ પાતળું બને છે. જેથી હાર્ટમાં સરળતી બ્લડનો રક્તસંચાર થાય,. જેથી આ ફળનું સેવન હાર્ટ અટેકના જોખમને પણ ટાળે છે.

લોહી ઘટ્ટ થતું અટકાવે
સક્કરટેટીમાં રહેલાં કેટલાંક તત્વો લોહીની પ્રવાહિતાને જાળવી રાખવાનો ગુણ ધરાવતા હોવાથી નળીઓમાં લોહીને જામી જતું અટકાવે છે એને લઈને કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ સારી રીતે કામ કરે છે.

કૅન્સર સામે રક્ષણ
હાઈ વિટામિન સી ઍન્ટિ-ઑક્સિડન્ટનું કામ કરે છે, જે ફ્રી રેડિકલને લઈને ડૅમેજ થતા કોષોને બચાવે છે એમાંય ખાસ કરીને આંતરડાંનાં કૅન્સર સામે રક્ષણ આપે છે.

મોતિયો દૂર રાખે
સક્કરટેટીમાંનું નૅચરલ વિટામિન એ આંખમાં મોતિયો આવવાથી બચાવે છે. એટલું જ નહીં, દૃષ્ટિ સુધારે છે.

કૉલેસ્ટરોલથી બચાવે
સક્કરટેટીનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો ઑક્સિડેટિવ સ્ટ્રેસ સામે ફાઇટ કરતાં હોવાથી કૉલેસ્ટરોલથી શરીરને બચાવે છે. કિડનીમાં થતી પથરીથી બચાવે અને પ્રૌઢોમાં જે હાડકાં ગળવાની તકલીફ થાય છે એનાથી બચાવે છે.

હાઈ બ્લડપ્રેશર ન રહે
સક્કરટેટીમાં રહેલું પોટૅશિયમ, શરીરમાં રહેલાં સોડિયમને કમ કરતું હોવાથી હાઈ બ્લડપ્રેશર સામે રક્ષણ આપે છે. હૃદયના ધબકારા રેગ્યુલેટ કરે છે તેમજ સ્ટ્રોકથી બચાવે છે.

અનિદ્રામાં રાહત
સક્કરટેટીમાંનું એક ખાસ તત્વ નવ્ર્સને રાહત આપે છે અને ઍન્ગ્ઝાયટી શાંત કરે છે, જે અનિદ્રા સામે રક્ષણ આપે છે.

સ્ત્રીઓની માસિકની સમસ્યા
માસિક દરમ્યાન સ્ત્રીઓ જો સક્કરટેટીનો જૂસ પીએ તો વધુપડતા લોહીના સ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાની તકલીફથી બચાવે છે.

પ્રેગ્નન્સીમાં ઉપયોગી
સક્કરટેટીમાં રહેલું ફોલિક ઍસિડ ગર્ભાશયને મજબૂત બનાવે છે.

પાણીની કમી પૂરી કરે
સામાન્ય લોકો અને એમાંય ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીઓની પાણીની કમી સક્કરટેટી પૂરી કરે છે.