ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે બ્રિટનમાં પણ દસ્તક આપી દીધી છે. અત્યાર સુધીમાં હજારો લોકો કોરોનાની કહેરથી મૃત્યુ પામ્યા છે. અને હજુ આ આંકડો વધે તેની સંભવના છે. હાલ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી અને કંજર્વેટિવ સાંસદ નાદિન ડોરિસ કોરોના વાઈરસે પોતાની ઝપેટમાં લીધા છે. બ્રિટિશ સાંસદ અને આરોગ્ય વિભાગના પ્રધાન નદિન ડોરિસને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તે દેશના પહેલા સાંસદ છે.
મારું કોરોનાનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે: સ્વાસ્થ્ય મંત્રી નાદિન ડોરિસ
કન્ઝર્વેટિવ સાંસદ નદિને એક નિવેદન આપ્યું છે કે, હું પુષ્ટિ કરું છું કે મારું કોરોનાનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે અને મેં પોતાને અલગ જ રાખી છે. જોકે આરોગ્ય વિભાગના અધિકારીઓ હવે તે કોરોના વાયરસના સંપર્કમાં ક્યાં અને કેવી રીતે આવ્યા તે જાણવાની કોશિશ કરી રહ્યા છે. તેમની બારિકાઈથી તપાસ ચાલી રહી છે. બ્રિટનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે, જ્યારે 382 કેસની પુષ્ટી કરાઈ છે. સ્વાસ્થ્ય અધિકારી એવા લોકોને ટ્રેસ કરી રહ્યા છે, જે સ્વાસ્થ્ય મંત્રીના સંપર્કમાં આવ્યા હતા.
ઈરાનમાં મંગળવારે 24 લોકોના મોત
અમેરિકાએ કોરોના વાઈરસના કારણે મંગળવારે ઈરાનથી તમામ અમેરિકન કેદીઓને મુક્ત કરવાની માંગ કરી છે. ઈરાનની જેલમાં પણ કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, જો ઈરાનમાં કોઈ અમેરિકનનું મોત થશે તો તેના માટે સરકાર જવાબદાર હશે. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે, બગડતી પરિસ્થિતિ વચ્ચે 70 હજાર કેદીઓને મુક્ત કરવામાં ઘણું મોડું કર્યું છે. તેહરાન પ્રકોપનો નિવેડો લાવવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. અહીંયા સ્થિતિ ખરાબ થઈ હઈ છે. ઈરાનમાં મંગળવારે 24 લોકોના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી 291 લોકોના મોત થયા છે, જ્યારે 8,042 સંક્રમિત થયા છે.
ભારતમાં અત્યાર સુધી 43 કેસ સામે આવ્યા: સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન
ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું અમે દિલ્હી સરકારને કહ્યું કે જો સંક્રમણના કેસ વધશે તો આઈસોલેશન વોર્ડ બનાવવા સિવાય ડોક્ટરોની ઉપલબ્ધતા વધારવા, દર્દીઓને અલગ અલગ રાખવાની સાથે સાથે અન્ય સાવધાની પણ રાખવી પડશે. શરદી ખાંસી થાય તો તાત્કાલિક અલગ રાખો . હોસ્પિટલમાં જઈને તપાસ કરાવી લો. અમે રાજ્ય સરકારોને પણ કહી રહ્યા છીએ કે સંક્રમણના નિવેડા માટે જે પણ તૈયારીઓ કરવાની છે એ આજે જ કરી લો. છેલ્લા ત્રણ દિવસોમાં 31 લેબ બનાવાઈ છે. સ્થિતિ પર નિયંત્રણના દરેક શક્ય પ્રયાસો કરાઈ રહ્યા છે. અત્યાર સુધી 43 કેસ સામે આવ્યા છે, જેમાંથી 3 સ્વસ્થ થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.