પીવાના પાણીથી લઈને ઘણા મહત્વપૂર્ણ નિયમો આપવામાં આવ્યા છે. આપણે કયા સમયે કેટલું પાણી પીવું જોઈએ? જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો ચમત્કારિક સ્વાસ્થ્ય લાભ થશે. જો પાચન વ્યવસ્થિત રહે તો રોગો ઓછા થાય છે. આપણે દરરોજ સ્નાન કર્યા પછી એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રહે છે. દરરોજ સૂતા પહેલા ઓછામાં ઓછું અડધો ગ્લાસ પાણી પીવું જોઈએ. આમ કરવાથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. આ ઉપરાંત પાણી પીવાના કેટલાક નિયમો અને ફાયદા છે જે જાણવું જોઈએ.
પાણી ક્યારે પીવું.
જ્યારે ખોરાક સંપૂર્ણ રીતે પચી જાય, ત્યારે પાણી પીવું જોઈએ. ખોરાક પચ્યા પછી પાણી પીવું એ અમૃત જેવું કામ કરે છે. શરીરને ભરપૂર ઉર્જા પ્રદાન કરે છે અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. જ્યારે પાચનતંત્ર સ્વસ્થ રહે છે તો પેટ પણ સારું રહે છે. પેટ ઠીક થવાથી કબજિયાત, ગેસ, અપચો વગેરે સમસ્યાઓ થતી નથી. તેમાટે કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. તમે ભોજનના અડધા કલાક પહેલા એકથી બે ગ્લાસ પાણી પી શકો છો. જમતી વખતે વચ્ચે એક કે બે ઘૂંટ પાણી પીવું ફાયદાકારક છે. આમ કરવાથી ખોરાક ઝડપથી પચી જાય છે. આ ઉપરાંત પાચન શક્તિ પણ વધે છે.
પીવાના પાણીથી થતા ફાયદા.
પાણી આપણને ગરમીથી બચાવે છે. જો તમે જરૂરિયાત મુજબ પાણી ન પીતા હોવ તો તમારા શરીરનું તાપમાન ઘાતક રીતે વધી શકે છે.પાણી યોગ્ય રીતે ન પીવાથી શરીરની કામ કરવાની ઝડપ ઘટી જાય છે. થાક વધે છે અને ચયાપચય ધીમો પડી જાય છે. આપણું પેટ ખોરાકને પચાવવા માટે ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. જે એસિડિક હોય છે. તેથી, જ્યાં સુધી તમે યોગ્ય માત્રામાં પાણી પીતા નથી. ત્યાં સુધી તમારું પેટ ઠીક નહીં થાય અને પેટમાં એસિડ બનતું રહેશે.
જે લોકો વધુ પાણી પીવે છે તેમને પથરી થવાની શક્યતા નહિવત્ હોય છે. વધુ પાણી પીવાથી પરસેવા અને પેશાબ દ્વારા શરીરમાંથી હાનિકારક પદાર્થો બહાર નીકળી જાય છે. સૂતા પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી તમે હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી બચી શકો છો. સ્નાન કર્યા પછી 1 ગ્લાસ પાણી પીવાથી ક્યારેય લો બ્લડ પ્રેશરની ફરિયાદ થતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.