હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટમાં કોરોનાનાં કેસમાં હવે સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય સચિવ રાજકોટ શહેરની મુલાકાતે છે. ત્યારે છેલ્લા 5 દિવસની મુલાકાતે આવેલા આરોગ્ય સચિવ માસ્ક વગર ફરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. સર્કિટ હાઉસના ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે નીકળેલા આરોગ્ય સચિવ માસ્ક વગર જોવા મળ્યાં હતા. વીડિયોમાં જયંતિ રવિ ફોન પર વાત કરી રહ્યાં હતાં, તે દરમિયાન માસ્ક પહેર્યું ન હતું. જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
સરકાર દ્વારા ભાર પાડવામાં આવેલ નિયમો અનુસાર, જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં ઘાતક વાયરસનો કહેર યથાવત છે. પરંતુ રાજકોટમાં રાજ્યના આરોગ્ય સચિવ જ માસ્ક વગર જ ફરતા જોવા મળ્યા હતા. રાજકોટમાં કોરોના કેસ વકરી રહ્યા છે. અને મુખ્ય આરોગ્ય સચિવે રાજકોટમાં ધામા નાખ્યા છે. જ્યાં મોર્નિંગ વોક માટે નીકળેલા જયંતિ રવિ માસ્ક વિના જોવા મળ્યા હતા.
લોકોને સતત માસ્ક પહેરવાની સલાહ આપતા આરોગ્ય સચિવ જયંતિ રવિ માસ્ક વગર જોવા મળતાં લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. લોકોનું કહેવું છે કે, શું મેડમ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે? મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ અને મૃત્યુ આંકમાં સતત વધારો થતાં આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે ડોક્ટરની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા હતા. જે દરમિયાન સર્કિટ હાઉસમાં રોકાયેલા જયંતિ રવિ ગાર્ડનમાં માસ્ક પહેર્યા વગર જ ફરતા જોવા કેમરામાં કેદ થયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય સચિવ જયંતિ રવિ સર્કિટહાઉસમાં મોર્નિંગ વોક કરતા હતા..તે સમયે માસ્ક વગર જોવા મળ્યા..સામાન્ય માણસ રસ્તા પર માસ્ક વગર જોવા મળે તો પાલિકા તંત્રથી માંડીને પોલીસ જાણે દંડ દેલા તત્પર હોય છે. ત્યારે રાજકોટમાં વકરતા કેસ વચ્ચે જયંતિ રવિ જાહેરમાં માસ્ક પહેર્યા વિના મોર્નિંગ વોક માટે નિકળ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે.
સરકાર દ્વારા ભાર પાડવામાં આવેલ નિયમો અનુસાર, જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. સામાન્ય માણસ રસ્તા પર માસ્ક વગર જોવા મળે તો પાલિકા તંત્રથી માંડીને પોલીસ મસમોટો દંડ વસૂલ કરે છે. ત્યારે રાજકોટમાં વકરતા કોરોનાના કેસ વચ્ચે જયંતિ રવિ માસ્ક પહેર્યા વગર જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en