હાર્ટ એટેકે લીધો વધુ 2નો ભોગ- કચ્છમાં અચાનક છાતીમાં દુ:ખાવા બાદ બે યુવકોના મોતથી પરિવારમાં છવાયો શોકનો માહોલ

Heart Attack Case in Kutch: હાર્ટએટેકના કિસ્સાઓમાં નાની વયના લોકોના મોત થતા તે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે ફરી એકવાર કરછમાંથી(Heart Attack Case…

Heart Attack Case in Kutch: હાર્ટએટેકના કિસ્સાઓમાં નાની વયના લોકોના મોત થતા તે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે ફરી એકવાર કરછમાંથી(Heart Attack Case in Kutch) બે લોકોનજ હ્રદય બંધ થવાના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે.મહત્ત્વનું છે કે રાજ્યભરમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.

તબીબી સારવાર મળે તે પહેલા મોત
ભુજમાં 38 વર્ષીય આનંદ રાઠોડ નામના યુવકનુ હાર્ટ એટકથી મૃત્યુ થયુ છે.જેમાં આ યુવક પોતાની દૈનિક ક્રિયાઓ કરી રહ્યો હતો આ દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.પરંતુ ત્યાં હાજર તબીબએ તેમને મૃત જાહેર કાર્ય હતા,ત્યારે નાની વયે આ યુવકનું મોત થતા તેના પરિવારમાં આક્રન્દ છવાઈ ગયું હતું.

એક જ દિવસમાં બે વ્યક્તિના મોત
બીજા કિસ્સામાં 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવકનુ પણ મૃત્યુ થયુ છે.જ્યાં યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો જેનું પણ હાર્ટ એટેક થવાના કારણે મોત થયું હોવાનું સામે આવતા એક ચિંતાનો વિષય બન્યો છે.ભુજમાં એક જ દિવસમાં બે નાની વયના લોકોના મોત થતા ત્યાંના લોકો માટે આ ચર્ચાનો વિષય બન્યો છે.

અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે
ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. આ અંગે વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. તેના કારણોની ચર્ચા થઈ રહી છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે