હાર્ટએટેક, હૃદયની દીવાલમાં છીદ્ર, હાર્ટનું કદ 3 ગણું વધી ગયા બાદ ડોક્ટરોએ 6 કલાક સર્જરી કરીને યુવકને આપ્યું નવજીવન

10 દિવસ અગાઉ જામનગરના દેવાંગ પવારને ખાનગી હોસ્પિટલમાં બેભાન હાલતમાં લવાયા હતા. તેમને અગાઉ પણ હૃદયરોગનો હુમલો આવી ચૂક્યો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને લોહીનું દબાણ ખૂબ ઓછું હતું.  ડોક્ટરોએ એન્જિયોગ્રાફી કરી ત્યારે જાણ થઇ કે, તેમના હૃદયના ડાબી તરફની કોરોનરી આર્ટરી બ્લોક છે અને 60% સ્નાયુઓને નષ્ટ થઇ ગયા છે.

હૃદયનો ડાબો ભાગ ફૂલીને દડા જેવો થઇ ગયો હતો. હૃદયનું કદ 3 ગણું વધ્યું હતું. હૃદયના ભાગમાં ડાબા અને જમણા ક્ષેપકોની દીવાલમાં 10 મિમીનું કાણું પડી જતાં શુદ્ધ અને અશુદ્ધ લોહી એકબીજામાં ભળી જતું હતું. આને એન્ટોરો સેપ્ટાલ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન કહેવાય છે.

બેંકર્સ હાર્ટ હોસ્પિટલના ડો.વિપુલ વાઘેલાએ સર્જરી કરી અને તેમનો સાથ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. દર્શન બેંકર, ડો.સુવાંકર ઘોષ અને કાર્ડિયો થોરાસિક એન્થેટિસ્ટ ડો.મનોજ સુબ્રમણ્યન આપ્યો હતો. સર્જરી લગભગ 6 કલાક ચાલી હતી. સર્જરીના 8 દિવસ બાદ દર્દીને રજા આપવામાં આવી હતી.

ડો. વિપુલ વાઘેલાએ જણાવ્યું કે, ASMEમાં અડધા દર્દીઓ ઘરે જ પોતાનો જીવ ગુમાવે છે. જ્યારે સારવાર શરૂ થયા પછી લગભગ 25% દર્દીઓ જ બચે છે. આ પ્રકારની સ્થિતિ ખૂબ જ દુર્લભ હોય છે. કદાચ વડોદરામાં પહેલીવાર આવી સર્જરી થઇ હશે.

આ રીતે 6 કલાકમાં દર્દીની સર્જરી કરાઈ
1. પહેલો 1.5 કલાક : દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કર્યા બાદ હૃદયને કામચલાઉ રીતે બંધ કરાય છે અને હૃદયને હાર્ટ લંગ મશીન પર મૂકવામાં આવે છે.
2. 1.5 કલાકથી 4 કલાક : ડાબી બાજુના ક્ષેપકની દીવાલનું ડોર પ્રોસિજર કરીને રિપેરિંગ કરાયું. બંને ક્ષેપક વચ્ચેના 10 મિમીના કાણાને ઇન્ફેક્ટ એક્સક્લુઝન ટેક્નિકથી બંધ કર્યું.

3. 4થી 5 કલાક : હૃદયનું ડાબું ક્ષેપક બંધ કર્યું, તેમાં સિન્થેટિક પેચ મૂકવામાં આવ્યો. આ પેચ 25થી 30 મિમીનો મૂકવો પડ્યો હતો. ક્ષેપકને સેન્ડવિચ ટેક્નિકથી બંધ કર્યું.
4. 5માંથી 6ઠ્ઠો કલાક : હૃદયમાંથી વધારાની હવા બહાર કાઢવી અને હૃદયના હિસ્સાને બહારથી બંધ કરવું અને હૃદયને મૂળ સ્થિતિમાં ચાલુ કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *