હાર્ટએટેકથી વધુ એક 20 વર્ષીય યુવતીનું મોત -બનાસકાંઠામાં ખેતરમાં કામ કરતાં-કરતાં ઢળી પડી

Published on Trishul News at 5:45 PM, Sat, 28 October 2023

Last modified on October 28th, 2023 at 5:45 PM

20 year old girl died of a heart attack in Gujarat: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોએ લોકોમાં ઘણી ચિંતા વધારી દીધી છે. આજે રાજકોટ પછી બનાસકાંઠામાંથી પણ વધુ એક યુવા છોકરીના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં હ્રદય રોગના હુમલાથી 20 વર્ષીય યુવતીનું મોત નીપજયું છે. આ ઘટના બનાસકાંઠાના આકેસણ ગામની છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી રહી છે. જિલ્લાના પાલનપુરના આકેસણ ગામમાં હાર્ટ એટેકથી એક 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. ભૂમિકા મોર નામની યુવતી ખેતરમાં કામ કરતી હતી, અહીં તે ઘાસચારો વાઢતી હતી અને અચાનક તેણીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તે નીચે ઢળી પડી હતી. જોકે, તાત્કાલિક ધોરણે યુવતીને હૉસ્પીટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર પરિવાર અને પંથકમાં શોકમો માહોલ છવાઈ ગયો છે.

રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાએ ચિંતા ખુબ વધી રહી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના પછી નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ જ નથી લેતો. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યા તો પાલનપુરમાં એક વ્યક્તિનું હૃદય અચાનક બંધ થયું. તો ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં 11 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. આકસ્મિક મોતથી પરિવારમાં ચિંતાનો માહોલ છે.

Be the first to comment on "હાર્ટએટેકથી વધુ એક 20 વર્ષીય યુવતીનું મોત -બનાસકાંઠામાં ખેતરમાં કામ કરતાં-કરતાં ઢળી પડી"

Leave a comment

Your email address will not be published.


*