દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન- સુરતમાં માત્ર 100 કલાકનું બાળક હરહંમેશ 5 લોકોમાં જીવંત રહેશે

100 hours old baby organ donation in Surat: જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને આજે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. વિશ્વનું બીજું અને ભારત દેશનું પહેલું સૌથી…

100 hours old baby organ donation in Surat: જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને આજે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. વિશ્વનું બીજું અને ભારત દેશનું પહેલું સૌથી નાની વયનું ઓર્ગન ડોનેશન સુરતમાં કરવામાં આવ્યું છે. સુરતમાં સૌ પ્રથમવખત સૌથી નાના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.માત્ર 100 કલાકના જ બાળકનું અંગદાન કરવાનો બાળકના પરિવાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

જન્મ પછી બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલા બાળકના પરિવારે આ નિર્ણય લઈને અન્ય 5 બાળકોને નવજીવન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કતારગામની દીપ ચિલ્ડ્રન હોસ્પીટલમાં આ બ્રેઈનડેડ બાળકના કિડની, બરોળ અને આંખનું દાન કરવામાં આવ્યું છે.સુરતમાં રહેતા આણંદ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત રત્નકલાકારના 100 કલાકના બાળક થકી પાંચ બાળકને નવજીવન મળશે.

બાળક જન્મતાવેત ન રડ્યું, ન હલનચલન કરી
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા મળતી મહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં રહેતા અનુપસિંહ હેમેશ ઠાકોર અને પરિવાર પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારનો અનુયાયી છે. મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેદેડાના વતની એવા અનુપસિંહ સુરતમાં રત્નકલાકાર તરીકે કાર્યરત છે. એમની પત્ની વંદનાબેનને પ્રસૂતિના સમયે આંતરિક રક્તસ્ત્રાવ વધતાં એમની પ્રસૂતિ સિઝેરીયનથી કરવામાં આવી હતી. પરંતુ એમનું બાળક જન્મતાવેત કોઈ હલનચલન કરતું ન હતું, કે જન્મ પછી એ રડ્યું પણ ન હતું. એના શ્વાસ પણ બંધ જણાતા તાત્કાલિક કતારગામની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ ખસેડયું હતું.

બાળકના મગજમાં કોઈ એક્ટિવિટી નહોતી
જ્યાં ડૉ. દર્શન ધોળકિયાએ બાળકના શ્વાસ બચાવવા માટે ગણતરીની ક્ષણોમાં ઇન્ટુબેશન કરીને ધબકારા નોર્મલ કર્યા હતા અને સારવાર આપવાની શરૂઆત [પણ કરી હતી. પરંતુ 48 કલાક પછી પણ બાળકમાં કોઈ ન્યુરોલોજિકલ ઈમ્પૃવમેન્ટ નહીં જણાતા બાળકોના મગજના નિષ્ણાંત ડૉ. મયંક દેત્રોજાએ તપાસતા એમને બાળક બ્રેઇનડેડ જણાયું છે. વધુ રિપોર્ટ કરાવાયા એમાં જણાયું કે, બાળકના મગજમાં કોઈ એક્ટિવિટી નથી. એ જોયા પછી ડોક્ટરની ટીમે બાળકને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.

પરિવારમાં ભાગવત ગીતાના સંસ્કારો દ્રઢ
આ અંગે અનુપભાઇ ઠાકોરે જણાવ્યુ છે કે, પ્રેસ-મીડિયામાં જોયેલા એ સમાચાર પછી અમારે પણ આવો કોઈ નિર્ણય કરવો પડશે એવી કલ્પના પણ કરી ન હતી. મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવજી મહારાજે અમને આ નિર્ણય લેવાની શક્તિ આપી. શરદપુર્ણિમાની પૂર્વસંધ્યા એ, ગીતા જયંતીના અવસરે અમે અમારા સંતાનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. એ પછી અનુપભાઇ અને એમનો સમગ્ર પરિવાર બાળકના અંગદાન માટે સંમત થયો હતો. પરિવારમાં ભાગવત ગીતાના સંસ્કારો દ્રઢ હોવાથી એની ઉપર જ વિશ્વાસ રાખીને પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને અંગદાન માટે સંમતિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *