હાલમાં કોરોના મહામારીને કારણે તો લોકોના મોત તો થઈ રહ્યાં છે પરંતુ આની સાથે જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે, WHO મત પ્રમાણે, છેલ્લા 20 વર્ષોમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મોત હૃદયની બીમારીથી થયા છે.
ડાયાબિટીઝની ઉપરાંત હવે ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારી પણ સમગ્ર વિશ્વનાં એ કુલ 10 રોગોમાં સામેલ થઈ ગઈ છે કે, જે સૌથી વધારે લોકોનું જીવન છીનવી રહી છે. WHO દ્વારા બુધવારનાં રોજ હેલ્થ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
જેમાં વર્ષ 2000થી લઈને વર્ષ 2019 સુધીનો ડેથ રેકોર્ડ સામેલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, સમગ્ર વિશ્વમાં જે કુલ 10 રોગોથી સૌથી વધારે લોકોના મોત થાય છે તેમાં કુલ 7 એવી બીમારીઓ છે કે, જે એક વ્યક્તિને કારણે અન્ય કોઈ વ્યક્તિમાં ફેલાતી નથી. આવી બીમારીને નોન-કમ્યુનિકેબલ ડિસીસ કહેવામાં આવે છે.
રિપોર્ટની 4 મહત્વની બાબતો :
1.સમગ્ર વિશ્વમાં કુલ 16% મોત હૃદયરોગને લીધે થાય છે.
WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનોમ જણાવતાં કહે છે કે, આ આંકડા એક રિમાઈન્ડર જેવા છે જે દર્શાવે છે કે. આપણે નોન-કમ્યુનિકેબલ ડિસીસનો ઝડપથી બચાવ, તપાસ તેમજ ઈલાજ કરવાની જરૂરીયાત રહેલી છે. શરીરની પ્રારંભિક સંભાળ જ આવી બીમારીઓથી બચાવશે તેમજ વૈશ્વિક મહામારીની સામે પણ લડશે.
2. હૃદય બાદ સૌથી વધારે મોત શ્વાસના દર્દીઓના થયા ;
રિપોર્ટ પ્રમાણે, હ્રદય બાદ સૌથી વધારે મોત શ્વાસ સંબંધિત બીમારીથી થયા છે. ત્રીજા ક્રમ પર ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીસ તથા ચોથા ક્રમ પર લોઅર રેસ્પિરેટરી ઈન્ફેક્શન આવે છે. ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીસની મોતમાં કુલ 6% ભાગીદારી રહી હતી. છેલ્લા 20 વર્ષમાં લોઅર રેસ્પિરેટરી ઈન્ફેકશનથી કુલ 26 લાખ લોકોના મોત થયા છે. ત્યારેબાદ સૌથી વધારે મોત નવજાતના થયા છે.
3. બે દાયકામાં ડાયાબિટીઝથી મોતના કેસ કુલ 70% વધ્યા :
WHOના મત પ્રમાણે, મોતનો આંકડો વધારવામાં ડાયાબિટીઝ પણ જવાબદાર છે. આ બીમારી 9મા ક્રમ પર છે. છેલ્લા 2 દાયકામાં ડાયાબિટીઝથી થનાર મોતમાં કુલ 70%નો વધારો થયો છે. જેમાં પુરૂષોનો આંકડો કુલ 80% રહેલો છે. જ્યારે ડિમેન્શિયાથી થનાર મોતમાં કુલ 65% મહિલાઓનો સમાવેશ થાય છે.
4. એઈડ્સ-ટીબીથી મોત ઘટ્યા અને લોકોનું આયુષ્ય વધ્યું ;
કુલ 20 વર્ષ અગાઉ સમગ્ર વિશ્વમાં થતા મોતના મામલામાં HIV તથા એઈડ્સ 8મા ક્રમ પર હતો કે, જે વર્ષ 2019માં 19મા ક્રમ પર પહોંચી ગયો છે. ટીબી હવે દુનિયાની 10 મોટી બીમારીઓમાં સામેલ નથી. વર્ષ 2000માં આ બીમારી 7મા ક્રમ પર હતી જયારે વર્ષ 2019 સુધીમાં 13મા સ્તર પર પહોંચી ગઈ છે.
મેલેરિયાથી થનાર લોકોના મોતનો આંકડો પણ ખુબ ઓછો થયો છે. છેલ્લા 20 વર્ષમાં લોકોનું સરેરાશ આયુષ્યમાં કુલ 6 વર્ષ સુધીનો વધારો થયો છે. કુલ 20 વર્ષ પહેલાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય માત્ર 67 વર્ષ હતું જેમાં વધારો થઈને વર્ષ 2019માં કુલ 73 વર્ષ થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle