jamnagar air force two farm laborers airlifted: છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયાં છે. ગત તારીખ 1 જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો સામળા સાંગાભાઈ (ઉંમર વર્ષ 30) અને માવદિયા પોલાભાઈ (ઉંમર વર્ષ 50) પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરતાં તેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા.
ત્યારબાદ તેઓએ ગામના સરપંચને મદદ માટે ફોન કર્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના લીધે તેઓને બહાર કાઢવા મુશ્કેલ હોય જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી હેલિકોપ્ટરની મદદ માંગતા જામનગર એરફોર્સના જવાનોએ તાત્કાલિક સુતરેજ ગામે પહોંચીને બંને યુવકોને એરલીફ્ટ કર્યા હતા. બાદમાં જામનગર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.કલેકટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જામનગરથી બંનેને સલામત રીતે ગતરાત્રિના રોજ પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા છે.
પાણીના પ્રવાહમાં ફસાયેલા સામળા સાંગાભાઈએ જણાવ્યું હતું કે તારીખ 30 જૂનના રોજ રાત્રિ દરમિયાન તેઓ ખેતરે હતા તે દરમિયાન વરસાદના પરિણામે પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. સવારે તેઓએ ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરી ત્યારે તેઓ પાણીમાં તણાયા બાદમાં થાંભલો વચ્ચે આવતા પકડી લીધો અને ગામના સરપંચશ્રીને મદદ માટે ફોન કર્યો. બાદમાં એનડીઆરએફની ટીમ દ્વારા બહાર લાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ બોટ પહોંચી નહિ.
માટે જામનગર એરફોર્સથી હેકોપ્ટર આવ્યું અને અમને એરલીફ્ટ કરી જામનગર કલેકટર ઓફિસ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.અહી અમને ભોજન કરાવ્યું છે. વાહનની વ્યવસ્થા કરી આપી છે. અમને સલામત રીતે અમારા ઘર સુધી પહોંચડવામાં આવશે. માત્ર એક કલાકની અંદર મદદ મળતા અમારો જીવ બચી ગયો છે. તે બદલ હું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, સરપંચ, આગેવાનો તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube