ભારે કરી… ટીકીટ ચેકરનો જ સામાન કોઈ બઠ્ઠાવી ગયું- ગુજરાતના આ રેલ્વે સ્ટેશન પર ધ્યાન રાખજો!

Ticket checker’s luggage was stolen, Nadiad: છાશવારે રેલવેમાં ચોરી (Theft in Railways) ની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે તો ખુદ ટિકિટ ચેક કરવાનો…

Ticket checker’s luggage was stolen, Nadiad: છાશવારે રેલવેમાં ચોરી (Theft in Railways) ની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે તો ખુદ ટિકિટ ચેક કરવાનો જ સામાન સુરક્ષિત નથી. નડિયાદ (Nadiad) પાસેથી પસાર થતી મૈસુર અજમેર ટ્રેન (Mysore Ajmer Train) માં ટિકિટ ચેકરનો સામાન ચોરાઇ જવાની ઘટના સામે આવી છે. ખુદ ટિકિટ ચેકર નો જ સામાન સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની શું વાત કરવી… સમગ્ર ઘટનાને લઈને નડિયાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, મુંબઈ ખાતે રહેતા અને હાલ રેલવે વિભાગમાં ટીટીઇ તરીકે નોકરી કરતા 40 વર્ષ શિવશંકરસિંહ ગઈ ત્રણ જૂન ના રોજ મૈસુર અજમેર ટ્રેનમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. તે દરમિયાન સુરત રેલ્વે સ્ટેશનથી અમદાવાદ રેલવે સ્ટેશન સુધી ફરજ પર હતા. તેઓ પોતાનો સામાન B6 માં 25 નંબરની સીટ ઉપર પોતાની બેગ મૂકીને ટિકિટ ચેક કરવા ટ્રેનમાં નીકળ્યા હતા. જ્યારે ટિકિટ ચેક કરીને શિવશંકર પોતાની સીટ પર પાછા ફર્યા ત્યારે પોતાનો સામાન ગાયબ થઈ ગયો હતો.

શિવશંકર સિંહે આજુબાજુમાં સામાન્ય તપાસ કરી પરંતુ બેગ મળ્યું નહીં. તેમની આ બેગમાં રેલવેની કમ્પેન બુક, રોકડા 3000 રૂપિયા અને એક જોડી પીસી નું યુનિફોર્મ હતું. જાણવા મળ્યું છે કે તેમનું આ બેગ નડિયાદ રેલવે સ્ટેશન પસાર થતાં ચોરી થઈ ગયું હતું.

આ ઘટનાને પગલે ટિકિટ ચેકર શિવશંકરસિંહ એ જ નડિયાદ રેલવે પોલીસમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, જો રેલવે કર્મચારી નો સામાન જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની શું વાત?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *