ભલભલાના રુવાંટાં ઊભાં કરી દે તેવો અકસ્માત, બેફામ ઇકો કારે 5 સેકન્ડમાં જ બે લોકોનો ખેલ ખતમ કરી નાખ્યો- જુઓ વિડીયો

મહેસાણા(Mehsana): જો વાત કરવામાં આવે તો હાલમાં અકસ્માત (Accident in bhandu village)ની સંખ્યામાં ખૂબ ઉછાળો જોવા મળી રહ્યો છે. રસ્તા પર બેફામ રીતે વાહન હંકારતા…

મહેસાણા(Mehsana): જો વાત કરવામાં આવે તો હાલમાં અકસ્માત (Accident in bhandu village)ની સંખ્યામાં ખૂબ ઉછાળો જોવા મળી રહ્યો છે. રસ્તા પર બેફામ રીતે વાહન હંકારતા વાહનચાલકો અનેકવાર અકસ્માતો સર્જતા હોય છે. એને કારણે કેટલાય નિર્દોષોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે ઘણીવાર પોતાની જ બેદરકારીને કારણે વાહનચાલકો પોતાનો જીવ તો જોખમમાં મૂકી દેતા હોય છે, પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. ત્યારે આવા જ એક ભયાનક અકસ્માતની ઘટના મહેસાણા વીસનગરથી સામે આવી છે. વાત કરવામાં આવે તો વિસનગરના ભાન્ડુ હાઇવે (Bhandu Highway) રોડ પર ગામના પરા રણછોડપુરામાં સંબધીના જમણવારમાં જવા માટે રોડ ક્રોસ કરી રહેલા પરિવારને ઊંઝા બાજુથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો ગાડીએ જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. જેમાં દાદી-પૌત્રનું દર્દનાક મોત (Two died in accident) નીપજ્યું હતું.

મહત્વનું છે કે, વીસનગરના ભાન્ડુ હાઇવે રોડ પર રાહદારી મહિલાઓ અને બાળકો રોડ ક્રોસ કરી રહ્યાં હતાં અને ત્યાં જ દર્દનાક અકસ્માતની ઘટના બની હતી, જેમાં ઇકો કારચાલકે રાહદારી મહિલાઓ અને બાળકોને જોરદાર ટક્કર મારી અડફેટે લીધાં હતાં. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે અને બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં જ્યારે અન્ય મહિલા અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત થતા જ ડ્રાઈવર ગાડી ઘટનાસ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઘટનાને પગલે આજુબાજુથી લોકોનાં ટોળા ભેગા થઈ ગયાં હતાં. પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતના CCTV ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા હતા. તેણે એ સાથે ગાડીનો કબજો લઈ ફરાર ડ્રાઈવરને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં મહિલાઓ પોતાનાં બાળક સાથે રોડ ક્રોસ કરતી જોઈ શકાય છે. જ્યારે રોડ ક્રોસ કરતા સમયે મહિલા પેલે પાર જવા માટે ડિવાઈડર સુધી પહોંચે છે. ત્યાં જ દૂરથી એક પુરપાટ ઝડપે સ્પીડમાં ઊંઝા બાજુથી આવતી ઇકો કાર દેખાય છે. જે મહિલા અને બાળકોથી ઘણી દૂર હતી, પરંતુ એની સ્પીડ એટલી હતી કે મહિલા અને બાળકો રોડ ક્રોસ કરે એ અગાઉ જ તેમની પાસે પહોંચીને મહિલાઓ સહિત બાળકોને હવામાં 50 ફૂટ દૂર ફંગોળી નાખ્યા, જ્યારે એક મહિલા ઈકોની અડફેટે ત્યાંને ત્યાં જ નીચે પડી બેસે છે. આ અક્સ્માત એટલો ભયાનક અને દર્દનાક હતો કે ભલભલાના રુવાંટાં ઊભાં કરી દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *