મતદાન કરવા સંભાળીને જજો! ગુજરાતમાં 6, 7 અને 8 મેના હીટવેવની આગાહી, તાપમાનનો પારો 42 ડિગ્રી પાર પહોંચવાની શક્યતા

Heatwave Forecast: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મી મે અને મંગળવારના દિવસે એટલે કે આવતીકાલે થશે. ત્યારે આ દરમિયાન હવે હવામાન વિભાગની આગાહીએ ચિંતા ઊભી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. અમદાવાદમાં મતદાનના દિવસે 42 ડિગ્રી સેલ્યિસય મહત્તમ તાપમાન જોવા મળી શકે છે તો ગાંધીનગરમાં પણ તાપમાન(Heatwave Forecast) 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

ચૂંટણીના મતદાનને દિવસે અમદાવાદમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 7 મેના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું.

સૌરાષ્ટ્રમાં ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહેશે
કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપના વર્તાય રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં 42.3 ડિગ્રી તાપમાનમાં શેકાયું છે. સુરેન્દ્રનગર અને રાજકોટ અમરેલીમાં તાપમાનનો પારો પહોંચ્યો 42 ડિગ્રીએ પહોચ્યો છે. ભૂજમાં 40.6 ડિગ્રી, તો કેશોદમાં નોંધાયું 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

હીટવેવને લઈ ચૂંટણીપંચની તૈયારી
ઇલેક્શન કમિશનના એ.બી. પટેલે જણાવ્યું હતું કે, ઇવીએમ અને વીવીપેટના કમિશનિંગની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વિતરણની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. હીટવેવને ધ્યાને લઈને રાજ્યના દરેક બૂથ પર પીવાનું પાણી, બેસવા માટે ખુરસીઓ, પૂરતા પ્રમાણમાં છાંયડો, શેડની વ્યવસ્થા તેમજ શિશુ સંભાળ કેન્દ્ર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બૂથ પર તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORSની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સન સ્ટ્રોક અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે. આ ટીમ પાસે પ્રાથમિક સારવાર માટેની તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

જાણો કયાં કેટલું તાપમાન ?
રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો છે. રાજકોટમાં ગરમીનો પારો 42.0 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાન 40.7 ડિગ્રી, અમદાવાદમાં 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, ભુજમાં 40.3 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 40.4 ડિગ્રી, ડીસામાં 38.9 ડિગ્રી, પોરબંદરમાં 37.6 ડિગ્રી અને નલિયામાં 37.0 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.

આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હિટવેવ આગાહી અને સુરતમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આવતીકાલથી દિવમાં 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે.