સુરતમાં રેકર્ડ બ્રેક ગરમી, 60થી વધુ લોકોની તબિયત લથડી

Published on: 11:35 am, Sat, 27 April 19

સુરત શહેરમાં ગઈકાલે તાપમાનનો પારો 42 ડિગ્રી નોંધાયો હતો અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ જવાની શક્યતા સેવાય છે. આવા સમયે લિંબાયતમાં ગરમીને કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત ગરમીને કારણે છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં લુ લાગવી, ઝાડા ઉલટી, ચક્કર આવવા, ચક્કર આવ્યા બાદ બેભાન થવુ, 67 દર્દીઓને 108એ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલા રામેશ્વર કોલોનીમાં રહેતા 60 વર્ષીય નોયેલા બેનેકીક ગઈકાલે બપોરે ઘરમાં ગરમીના કારણે ચક્કર આવતા ઉલટી થઇ હતી અને તે નીચે પડી જતા બેભાન થઈ ગયા હતા. બાદમાં તેનું મોત નીપજ્યું હતુ.

સુરત 108 એમ્બ્યુલન્સના ઓફિસર ફિયાઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં આકાશમાંથી આગ વરસતી ગરમી પડી રહી છે. તેથી છેલ્લા ત્રણ દિવસમાં ગરમીના કારણે થયેલી તકલીફોમાં ઝાડા-ઊલટીના 24 દર્દી. ચક્કર આવવાના 23 દર્દી. ચક્કર આવ્યા બાદ બેભાન થવાના 18 દર્દી અને લૂ લાગવાના બે દર્દીઓ મળી કુલ 67 દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા આયા હતા. જોકે આ દર્દીઓ સુરતના સચિન પાંડેસરા નવાગામ રાંદેર સહિતના વિસ્તારમાંથી સારવાર અર્થેખસેડાયા હતા.