હરિયાણા ફરીદાબાદ અને પલવાલ ની વચ્ચે ગુરુવારે સવારે તેલંગાણા એક્સપ્રેસની બોગીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને ફાયર ડિપાર્ટમેન્ટનો સ્ટાફ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યો છે. ઉત્તરી રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે,ગુરુવારે સવારે 7.43 વાગ્યે તેલંગાણા એક્સપ્રેસના બ્રેક મારા સમયે આગ લાગી હતી. આ ઘટના મા દરેક મુસાફરો સુરક્ષિત છે.
તેલંગાણા એક્સપ્રેસ હૈદરાબાદથી દિલ્હી આવી રહી હતી. આ આગને કારણે ફરીદાબાદ અને પલવાલ રેલ વિભાગ બંને પર રેલ કામગીરીને અસર થઈ છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.
આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન નંબર 12723 માં સવારે 7.43 વાગ્યે અસોતી સ્ટેશન પર આગ લાગી હતી, ત્યારબાદ ફાયરના અનેક એન્જિનો સ્થળ પર રવાના થયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેન એસોટી સ્ટેશન પરથી પસાર થઈ હતી પરંતુ તે આસૌતી અને બલ્લભગ વચ્ચે ટ્રેન રોકવામાં આવી છે.ભારે ધુમાડાના કારણે ટ્રેક ઉપરનો ટ્રાફિક પણ બંધ કરાયો છે. અધિકારીએ જણાવ્યું કે,આગ નવમી કોચના પૈડાંના બ્રેક મારતા સમયે લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.