ગુજરાતમાં ભારે વરસાદને કારણે હાહાકાર, અત્યાર સુધીમાં આટલા લોકોના મોત- કેટલીય નદીઓ હાઈ એલર્ટ પર

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભારે વરસાદે(heavy rain) કહેર મચાવ્યો છે. અનેક ભાગોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરથી લઈને ગામડા સુધી સર્વત્ર પૂર…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભારે વરસાદે(heavy rain) કહેર મચાવ્યો છે. અનેક ભાગોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરથી લઈને ગામડા સુધી સર્વત્ર પૂર જેવી સ્થિતિ છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 83 લોકોના મોત(83 people died) થયા છે. તેમજ અત્યાર સુધીમાં 31,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પરંતુ સતત વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી(Rainfall forecast) કરતા ‘રેડ એલર્ટ(Red alert)’ જાહેર કર્યું છે.

ઓરંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે એટલે કે વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરનો સતત ખતરો છે. વાસ્તવમાં આ વિસ્તારોમાં 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડમાં 5 ઈંચ વરસાદ બાદ સ્થિતિ વણસી ગઈ છે.

વલસાડના નીચાણવાળા વિસ્તારના કાશ્મીરા નગર, બરૂડિયા વાડ, હનુમાન ભાગડા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ તમામ વિસ્તારો નદી કિનારે આવેલા છે. અહીં 500 થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. NDRF, ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રની બાકીની ટીમ લોકોને બહાર કાઢવા માટે આખી રાત કામ કરતી રહી.

ભારે વરસાદને કારણે માત્ર વલસાડ જ નહીં, ઉમરગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. રાજપીપળામાં ભારે વરસાદ બાદ ફર્નિચરના શોરૂમમાં પાણી ઘુસી ગયા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 14 લોકોના મોત થયા છે. જેમાંથી નવ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. કુલ મળીને અત્યાર સુધીમાં 83 લોકોએ જીવ ગુમાવ્યા છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ અને અમરેલીમાં બુધવારે સવારે 6 થી 10 વચ્ચે ચાર કલાકમાં 47 mm થી 88 mm વરસાદ નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરતા ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કચ્છ, ભરૂચ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.

રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે કચ્છ, નવસારી અને ડાંગ જિલ્લામાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ છે. વરસાદને કારણે 51 રાજ્ય ધોરીમાર્ગો અને 400થી વધુ પંચાયતના રસ્તાઓને પણ નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *