નવસારીને મેઘરાજાએ ધમરોળ્યું: 500થી વધુ લોકોનું સ્થળાંતર, 40% વિસ્તાર પાણીમાં થયો જળમગ્ન

Navsari Rain Update: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં વરસાદે(Navsari Rain Update) તારાજી સર્જી છે.નવસારીમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. જેને લઈને નદી કિનારે આવેલું ધોલ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.

ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાયું હતું. નવસારી જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેને લઈને NDRF ની ટીમ દ્વારા 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર નવસારીના બીલીમોરા શહેરમાં મોડી રાત્રે નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. નગરપાલિકાની હદના 40% વિસ્તારમાં રાત્રે પાણી ભરાયા હતા.

નદીનું પાણી શહેરમાં પ્રવેશતા અડધું શહેર પ્રભાવિત થયું હતું. જળભરાવને લઇ શહેરના 10 હજાર લોકો પ્રભાવિત થયા હતા.જો કે સવાર થયા પૂરના પાણી ઓસરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે પૂરના પાણી બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં અચાનક ફરી વળતાં ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. 

500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક વધતા સ્થિતિ વણસી હતી.નવસારીના ગણદેવી, બીલીમોરાનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગણદેવીનાં 18 વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં લગભગ 966 જેટલા લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા હતા. બીલીમોરામાં પણ મોડી રાતથી તંત્રની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ગ્રામ પંચાયત, સમાજની વાડી જેવા સ્થળોએ શેલ્ટર હોમ બનાવાયા છે. 

નવસારીના બીલીમોરાનવપૂરની સ્થિતિ ઊભી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી સ્થિતિ જાણી હતી. ગામોમાં નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પુરની સ્થિતીમાં જાનમાલનું નુક્શાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ કલેક્ટરને સૂચનાઓ આપી હતી.