જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને ધમરોળશે: ત્રણ સિસ્ટમ સક્રિય થતાં અગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

Gujarat Heavy Rain Forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર(Gujarat Heavy Rain Forecast) કરવામાં આવ્યું છે.  આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે જ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં આજ રાત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે હમાવામન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરોમાં ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાય રહી છે. અને તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં 26 અને 27 ઓગસ્ટે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. હાલમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ આવતી કાલે પણ ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ સક્રિય થવાના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેને લઇને દરિયા ખેડુઓને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે.