ગુજરાતના અનેક જીલ્લાઓ થશે તરબોળ: આજે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતની અનેક જગ્યાએ ‘ભારે વરસાદ’ની આગાહી

Monsoon Forecast: દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસુ અંતે આગળ વધવાનું શરૂ થતા શનિવારે વલસાડ અને સુરત જિલ્લામાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યા બાદ સાંજના સમયે અમરેલી, રાજુલા, ધારી, ખાંભા અને ગીર પંથકમાં પણ મેઘમહેર(Monsoon Forecast) શરૂ થઇ હોવાનું જાણવા મળે છે, સાથે જ હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં વલસાડ, ભરૂચ, સુરત, દમણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

છુટા છવાયા વરસાદ અથવા ઝાપટાની આગાહી
અમરેલી જિલ્લામાં આગામી તારીખ 22 થી 26દરમિયાન સુકુ ગરમ અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે. તો બીજી તરફ જામનગર જિલ્લામાં તારીખ 22 ના રોજ 9 મીમી વરસાદ પડવાની શક્યતા તેમજ આગામી તારીખ 22 થી 26 દરમિયાન ગરમ અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 30 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ 5 મિમી વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી 22 થી 26 દરમિયાન સૂકું ગરમ અને અશાંત થી મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે. છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.

28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે ભવિષ્યવાણી કરી કે, 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી 23 મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, હાલમાછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.

24, 25 અને 26 જુને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 22 થી 26 દરમિયાન સુકુ અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 6 મીમી વરસાદ પડવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝપડ પ્રતિ કલાકે 26 ની રહેવાની શક્યતા છે. 22 થી 26 દરમિયાન ગરમ સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે.24, 25 અને 26 જુને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.