Gujarat Weather Forecast: ગુજરાતવાસીઓ છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. કેટલાક દિવસ તાપમાનનો પારો વધી જતાં ગરમીનો (Gujarat Weather Forecast) અનુભવ થાય છે. તો કેટલાક દિવસ તાપમાન ઘટી જતાં ઠંડીનો અનુભવ થાય છે. ત્યારે પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેથી ફરી એકવાર ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યુ છે.
ફરી એકવાર ગરમીનો અનુભવ થશે
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાઈ હતી. જેથી ગુજરાત પ્રદેશમાં ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા હતા જેને કારણે 24 જ કલાકમાં એકાએક ગુજરાતનું તાપમાન ઘટ્યું હતું, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધવાની શક્યતાઓ છે. એટલે કે ફરી એક વખત ગરમીનો અનુભવ કરવા તૈયાર રહેવું પડશે.
મહત્તમ તાપમાન વધ્યું અને લઘુત્તમ તાપમાન યથાવત્ રહ્યું
ગુજરાતવાસીઓએ ગત રાત્રિએ એકાએક ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ખાસ કરીને ઉત્તર મહત્તમ તાપમાન વધ્યું હતું અને લઘુત્તમ તાપમાન યથાવત્ રહ્યું હતું, પરંતુ 24 કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે.અમદાવાદ શહેરમાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો હતો અને ગત રાત્રિ દરમિયાન અમદાવાદમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. જેમાં ડીસા અને ગાંધીનગરમાં અનુક્રમે 10.9 અને 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે, મધ્ય ગુજરાતના ભાગમાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 13.4 ડિગ્રી અને સુરતમાં 17.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
વાદળવાયું વાતાવરણ રહેશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળવાયું વાતાવરણ રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. અમદાવાદમાં બે દિવસથી વાદળો આવવાની શરૂઆત થઈ છે. પૂર્વી રાજસ્થાનના ભાગોમાં કંઈક અંશે વરસાદી છાંટા પડી શકે છે. અંબાલાલની આગાહી મુજબ સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. આ નવી સિસ્ટમથી રાજ્યમાં માવઠાની આશંકા જણાતી નથી. પશ્ચિમી વિક્ષેપ હટી જતા રાજ્યના અનેક ભાગોમાં ઠંડી પુન આવશે. રાજ્યમાં 5 અને 6 ફેબ્રુઆરીએ ઠંડી પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સાથે ધુમ્મસ જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,અમદાવાદમાં છૂટછવાયો વરસાદનું અનુમાન છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટાની વધુ અસર જોવા મળી શકે છે. ઉપરાંત રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગુજરાતમાં આ કારણે પવનની ગતિ પણ વધશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App