દ્વારકામાં બારે મેઘ ખાંગા: ત્રણ-ત્રણ સ્ટેટ હાઇવે બંધ, અનરાધાર વરસાદથી જન-જીવન ખોરવાયું

Dwarka Heavy Rain: સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે દ્વારકા જિલ્લામાં પણ મેઘ મુસાધાર વરસી રહ્યા છે અહીં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ(Dwarka Heavy Rain) સર્જાય છે સતત વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયો છે દ્વારકા જિલ્લામાં ચારે તરફ પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહનો અટવાઈ ગયા છે.

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં આ પાટિયા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખંભાળિયા, રામનાથ,તિરૂપતિ અને સોની બજારમાં પાણી ભરાઈ ગયા છે. જોધપુર ગેટ, રેલ્વે કોલોની, ધરમપુર સોસાયટીમાં પાણી ભરાવવાની સ્થિતિથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ પોરબંદર થી રાવલ જતો સ્ટેજ હાઇવે ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો છે રાવલ ની સરકારી હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 165 લોકોનું રેસ્ક્યુ કરાવ્યું છે ભાણવડ અને બરડા પંથકમાં ભારે વરસાદ ખાબકીઓ છે. બરડા પંથકમાં ધોધમાર વરસાદને લઈને ઘુમલી ગામમાં પાણી ઘૂસી ગયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સાથે જ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે કચ્છ દ્વારકા રાજકોટમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે જ્યારે પૂર્વ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની સંભાવનાઓ રહેલી છે.