આજે આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તાંડવ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈ ભારે વરસાદની આગાહી

Heavy Rain Forecast: ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાએ ફરી એકવાર બેટિંગ શરૂ કરી દીધી છે. તો આ તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી(Heavy Rain Forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક કેટલાક જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈ ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અને રાજકોટ માટે ભારે વરસાદ ની આગાહી છે.

રાજયના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, અને દીવ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.