ગુજરાતમાં શ્રાવણ માસના બીજા સોમવારે મેઘરાજા મન મુકીને વરસ્યા; જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

Heavy Rainfall in Gujarat: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા 2.32 ઈંચ, તાપીના ડોલવણમાં 2.28 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં 1.81 ઈંચ અને આણંદના ખંભાતમાં 1.57 ઈંચ વરસાદ(Heavy Rainfall in Gujarat) નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં મેઘમહેર થઈ છે. જો કે, રાજ્યના બે જ તાલુકા આંકલાવ અને ખેરગામમાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તમામ તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી
રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

13મીથી 16મી ઑગસ્ટની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત પાંચ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 13મીથી 16મી ઑગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી મોહાલ હળવો રહેવાથી સંભાવના છે, ત્યારે રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યનો સિઝનનો એવરેજ 70.35 ટકા વરસાદ
રાજ્યનો સિઝનનો એવરેજ 70.23 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 78.73 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 87.34 ટકા, દક્ષિણ ગુજરાતમાં 83.96 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 52.67 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 53.90 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 1 જૂનથી આજ સુધીમાં 582 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સામાન્ય વરસાદ કરતા નવ ટકા વરરસાદ વધારે પડ્યો છે. જ્યારે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 3 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે.