Gujarat Rain forecast: સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી હોવા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત્ છે. આગામી 5માંથી 3 દિવસ ભારે વરસાદની (Gujarat Rain forecast) હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 18મી અને 19મી ઓક્ટોબર દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, પંચમહાલ, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે આગામી 17 થી 24 ઓક્ટોબર માવઠાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે, જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે.
1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે
અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે.
વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
ગુજરાતમાં 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે વરસાદની વધુ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ છે. રાજ્યના કેટલાક સ્થળોએ આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App