ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એક વખત હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી છે. અરબી સમુદ્રની એક સિસ્ટમ એક્ટીવ હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગઈ છે. જોકે હવામાન વિભાગ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ ડિપ્રેશનની અસર ગુજરાત રાજ્ય પર જોવા મળશે નહી. જેને કારણે એક દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદ(heavy rain)ને લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા અને અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. સાથે જ દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગમાં પણ સારો એવો વરસાદ ખાબકી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 48 કલાક સુધી માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠે એક નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને વલસાડમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લીધે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ ખાબકે તેવી પ્રબળ સંભાવના છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદને લઈને ભારે આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.