Rain Forecast in Gujarat: ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.એવામાં હવામાન વિભાગ(Rain Forecast in Gujarat) દ્વારા લેટેસ્ટ આગાહી જારી કરવામાં આવી છે, જે મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ રેડ એલર્ટની આગાહી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સામાન્ય કરતાં 40 ટકા વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદની પરિસ્થિતી સર્જાય છે, ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા હજુ બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતાં 40 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત
અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ના ભાગોના 80 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી. રાજ્ય ભરમાં 15 થી 35 ઝડપે પવનો ફૂંકાવવાની આગાહી. ભારેથી અતિભારે વરસાદની પગલે ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી છે. તેમજ આગામી 2-3 દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે.
અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ આપ્યું છે. આગામી 72 કલાક હજુ પણ ગુજરાતના માથે ભારે આકાશી સંકટ રહેશે. અમદાવાદ, ખેડા, આણંદ,દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે, સાથે જ કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ અપાયું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App