ગુજરાતના અનેક તાલુકાઓમાં મેઘાએ બોલાવી ધબધબાટી: જુઓ ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

Gujarat Heavy Rainfall: ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે. અત્યારે વરસાદ બે ત્રણ ઈંચ પુરતો સિમિત થયો છે. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ નોંધાયો હતો. જ્યારે 115 તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ(Gujarat Heavy Rainfall) નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત દર્શાવી છે.

18 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વચ્ચે વરસાદનો નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે છોટા ઉદેપરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો અને વડોદરામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 18 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વચ્ચે વરસાદનો નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 10મી ઑગસ્ટના અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

11મીથી 13મી ઑગસ્ટની આગાહી
11મીથી 13મી ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પમંચહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ શક્યાતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

14મી અને 15મી ઑગસ્ટની આગાહી
14મી અને 15મી ઑગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પમંચહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદ શક્યતા છે.